રાજપીપળા સહિત નર્મદામા કુરબાનીના પ્રતીકરૂપે બકરી ઈદ મુસ્લિમોએ મનાવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પોતાના વહાલી વસ્તુની કુરબાની આપવાનો રિવાજ,
બકરાને પોતાના સંતાનની જેમ ઉછેરી સારા પકવાન ખવડાવી તાજો-માજો કરીએ ઈદના દિવસે બકરાની કુરબાની આપી.
પપ્રસાદી સ્વરૂપે ત્રણ ભાગ પાડી એક ભાગ પોતાના માટે, બીજો ભાગ સગાવ્હાલા અને ત્રીજો ભાગ ગરીબ ત્યક્તા વિધવાઓ માટે વહેંચવામાં આવી.
સત્યના માર્ગે ચાલી બુરી વસ્તુઓનો ત્યાગ કરવાનો સંદેશ આપતું પર્વ ઈદ
રાજપીપળા, તા. 12
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કુરબાનીના પ્રતીક રૂપે આજે બકરી ઈદ પર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યું હતું. રાજપીપલા ને જુમમમ મજીસ્દ,આરબ ટેકરાની મસ્જિદ સહિત નગરની મસ્જિદ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાજ અદા કરી હતી, ત્યાર બાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
સત્યના માર્ગે ચાલી બુરી વસ્તુનો ત્યાગ કરવાનો સંદેશ આપતા આપર્વ માં મુસ્લિમો સવારે મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી બકરા ઈદ મનાવી હતી. કુરાનમાં જણાવ્યા અનુસાર પયંગબર પોતાના વહાલા પુત્રની અલ્લાહને કુરબાની આપવાની યાદ માં ઇદને દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે, છેલ્લા એક મહિનાથી પોતાના બકરાને પોતાના સંતાનની જેમ ઉછેરી લાલનપાલન કરી સારા બનાવી ઈદના દિવસે ને બકરાની કુરબાની આપી હતી. ત્યારબાદ પ્રસાદી સ્વરૂપે ત્રણ ભાગ પાડી પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો, જેમાં એક ભાગ પોતાના માટે, બીજો ભાગ સગાવ્હાલા અને ત્રીજો ભાગ ગરીબ ત્યક્તા વિધવાઓ માટે વેચવા માં આવ્યો હતો.
રાજપીપળામાં મુસ્લિમોએ બકરાને વહાલથી લાલન પાલન કર્યા બાદ તેને કુરબાની માટે તૈયાર કરાયો હતો. રાજપીપળામાં મુસ્લિમ લત્તાઓમાં ઠેરઠેર બકરાને પાલા તથા કાજુબદામ જેવા સૂકામેવાઓ પણ ખવડાવવા માં આવ્યો હતો, રાજપીપળાના વિવિધ મસ્જિદોમાં ઇદની નમાઝ અદા કર્યા બાદ ઈદના દિવસે મક્કામાહજયાત્રા કરનાર હજીઓ દ્વારા અસંખ્ય બકરાને કુરબાની આપવામાં આવી હતી. અને પોતે કરેલા ખોટા કર્મોની માફી માંગી અલલાહને સારા માનવી બનવાની પ્રાર્થના પણ કરાઇ હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )