વૈષ્ણવ યુવા સંગઠન, બોડેલી દ્વારા ૪૬ મો ” બ્લડ ડોનેશન કેમ્પ ” સંપન્ન : ૬પ રક્તદાતાઓ એ રક્તદાન કર્યું :

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી દ્વારા પ્રતિ વર્ષ ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બોડેલી ખાતે બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી અંતર્ગત આજરોજ વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવા સંગઠન ના પ્રેરક અને માર્ગદર્શક ષષ્ઠ ગ્રુહ યુવરાજ પૂ પા ગો ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી ના આશીર્વાદથી સન્ ૧૯૯૭થી સંસ્થા દ્વારા શરૂ થયેલ બ્લડ ડોનેશન કેમ્પ માં દર વર્ષે શરૂઆતથી કેટલાક રક્તદાતાઓ નિયમિતપણે રક્તદાન કરી રેકોર્ડ બ્રેક કર્યો છે તો કેટલાક નવા રક્તદાતાઓએ પણ રક્તદાન કરી પ્રતિ વર્ષ સંસ્થા દ્વારા યોજાતા બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવતા રહ્યા છે ત્યારે આજે વરસતા વરસાદમાં પણ બોડેલી અલીપુરા અને ઢોકલીયા સહિત આસપાસના ગામો માંથી ૬૫ રકતદાતાઓએ ઉત્સાહભેર બ્લડ ડોનેશન કેમ્પમાં ઉમટી રક્તદાન કરી વૈષ્ણવ સંગઠન બોડેલીના આ લોકોપયોગી કાર્યને સફળ બનાવ્યો હતો
પરેશ ભાવસાર : બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )