ભય ના ઓથા હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જર્જરીત ઓરડાઓની ગ્રાંટ ફાળવવા શિક્ષણ મંત્રી ને  છોટાઉદેપુર જીલ્લા પ્રાથમિક સંઘની રજુઆત

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જીલ્લા ના છ તાલુકાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓના આશરે 505 થી વધુ જર્જરીત ઓરડાઓને ડીમોલેશન કરી નવા ઓરડા બનાવવાની તાતી જરૂરિયાત હોય છોટાઉદેપુર જીલ્લા પ્રાથમિક સંઘ દ્વારા આજે શિક્ષણ અને કાયદા વ્યવસ્થા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને રજુઆત કરતુ આવેદન આપ્યુ હતું.

છોટાઉદેપુર એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે અને અહીં આવેલા છોટાઉદેપુર, કવાંટ, બોડેલી, પાવીજેતપુર, સંખેડા, નસવાડી, આમ 6 તાલુકાઓ માં મોટા ભાગના વિસ્તારો માં આદિવાસી વસ્તી આવેલી છે વડોદરા જિલ્લામાંથી છુટો પાડી છોટાઉદેપુર જીલ્લા ની રચના કરવામાં આવી હતી અને ત્યાર બાદ છોટાઉદેપુર જિલ્લા નું વહીવટી તંત્ર ઉભુ કરવામા આવ્યુ હતુ .

જીલ્લા ના તમામ તાલુકાની કેટલીય શાળાઓ નાં ઓરડાઓ આજે જર્જરીત સ્થિતિ માં હોવાથી વિદ્યાર્થી ઓ ભયના ઓથા હેઠળ અને જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે જેને લઇ તાત્કાલિક ધોરણે આ જર્જરીત થઇ ગયેલા ઓરડાઓને ડીમોલીશન કરી નવા બનાવવામાં આવે તેવી રજુઆત જીલ્લા પ્રાથમિક સંઘ દ્વારા બોડેલી તાલુકાના માંકણી ગામે નવિન બનેલ પ્રાથમિક શાળાના ઉદઘાટન અને શિક્ષણ દિવસની ઉજવણી પ્રસંગે આવેલા ગુજરાતના શિક્ષણ અને કાયદો-વ્યવસ્થા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ને કરી આવા જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓના જર્જરીત ઓરડાઓ નવા બનાવવા ગ્રાંટ ફાળવવા માટે ની રજુઆત કરતુ આવેદન પત્ર છોટાઉદેપુર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ રાઠવા મંત્રી સુનિલભાઈ ઠાકર બોડેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ જયસ્વાલ તેમજ બોડેલીના સી.આર.સી ઓએ સહિત અગ્રણીઓએ આપ્યુ હતુ.
પરેશ ભાવસાર
બોડેલી
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )