પરીક્ષા કેન્‍દ્રોની નજીક આવેલ ઝેરોક્ષ સેન્‍ટરોના બંધ રાખવા સંચાલકો નોંધે

Spread the love

ભરૂચ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૬/૧૦/૨૦૨૦ દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષા ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવાનાર છે. પરીક્ષા કેન્‍દ્રોની નજીક આવેલ ઝેરોક્ષનાં સેન્ટરોના કારણે ઝેરોક્ષ સેન્‍ટર પરથી કાપલીઓ તથા અન્‍ય સાહિત્‍યની ઝેરોક્ષ નકલોનો ઉપયોગ કરે અને કરાવે તેના પરિણામે ગેરરીતિઓ થવાનો સંભવ રહે છે. જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૬/૧૦/૨૦૨૦ દરમ્યાન સવારના ૧૦:૦૦ કલાક થી ૧૯:૦૦ કલાક સુધી બંધ રાખવા ફરમાવ્યું છે.
આ હુકમનો ભંગ કરનાર દંડ સંહીતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )