ઉમરપાડામાં સેવા સપ્તાહ કાર્યક્રમને સફળ બનાવવા કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને ભાજપ કાર્યકરોની બેઠક યોજાઇ..

Spread the love

ઉમરપાડામાં સેવા સપ્તાહ કાર્યક્રમને સફળ બનાવવા કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને ભાજપ કાર્યકરોની બેઠક યોજાઇ.. સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરાયું.

માંગરોલ, દેગડીયા– ઉમરપાડા તાલુકા પંચાયત કચેરી સભાખંડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલા સેવા સપ્તાહ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને ભાજપ કાર્યકરોની બેઠક યોજાઇ હતી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના 70 માં જન્મદિવસ ની ઉજવણી માટે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષ દ્વારા સેવા સપ્તાહ યોજી વિશેષ પ્રકારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવાના મુખ્ય હેતુથી યોજાયેલી કાર્યકરોની બેઠક માં મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી નિમિત્તે તારીખ 14 થી 20 સુધી યોજાનારી સેવા સપ્તાહ દરમિયાન ઠેરઠેર રક્તદાન કેમ્પ ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ દિવ્યાંગોને સાધન સહાય આપવાનું આયોજન દરેક તાલુકા પંચાયત બેઠક દીઠ ૭૦ જેટલા ગરીબ લોકોને વીમા નું સુરક્ષાકવચ આપવાના કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન સહિત સેવાના અનેક પ્રકારના સેવા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અંતમાં મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનોએ ઉંમરપાડા ની સરકારી હોસ્પિટલ માં ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરી ઉમરપાડા ખાતેથી સેવા સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયા બેન વસાવા. ઉમરપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગંભીર ભાઈ વસાવા. માજી સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલભાઈ વસાવા. ભાજપના પ્રમુખ વાલજીભાઇ વસાવા ભાજપના મહામંત્રી અમિષ ભાઈ વસાવા. જિલ્લા પંચાયતના સભ્યો ઈન્દુબેન વસાવા. વાડીના સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા. ઉમરખાડી ના સરપંચ ગુલાબભાઈ વસાવા. ભાજપના ઉપપ્રમુખ સપના બેન વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )