માંગરોળ ગામ માં કોરોના સંક્રમણ વધતા માંગરોળ ગામને બાર દિવસ લોક ડાઉન જાહેર કરાયું.

Spread the love

માંગરોલ, દેગડીયા — તાલુકા મથકના માંગરોળ ગામમાં કેટલાક દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધતા માંગરોળ ગ્રામ પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં માંગરોળ ગામ ને તા.12 થી તા.24 સુધી લોક ડાઉન કરવાનો નિર્ણય થયો છે
માંગરોળ ગામના સરપંચ નિકેશભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને માંગરોળ ગ્રામ પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઇ હતી જેમાં માંગરોળ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યા અંગેની ચર્ચાઓ થઈ હતી તેમજ એક બે વ્યક્તિના મૃત્યુ પણ કોરોના વાયરસ ને કારણે થયા છે અને છેલ્લા આઠ દિવસમાં કુદરતી મૃત્યુ ના બનાવો પણ વધી રહ્યા છે જેથી લોકોએ એક રીતે માંગરોળ ગામને સ્વેચ્છિક સ્વયંભૂ રીતે બંધ કરવાની તૈયારી દર્શાવી હતી તેમજ ગામની જુમ્મા મસ્જિદ ને બંધ કરવાનો નિર્ણય પણ મુસ્લિમ સમાજના આગેવાનો એ લઇ લીધો હતો આરોગ્ય વિભાગ દ્વારા હાલ માંગરોળ ગામ માં કોરોના વાયરસ ટેસ્ટિંગ સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે કેટલાક વિસ્તારો કવોરન્ટાઇન કરાયા છે ત્યારે તકેદારી રૂપે માંગરોળ ગ્રામ પંચાયત દ્વારા 12 દિવસ માંગરોળ ગામને લોક ડાઉન કરવામાં આવ્યું છે ગામ ની બજારની દુકાનો સવારે 7 થી 11 ના સમયગાળા દરમિયાન ખુલ્લી રહેશે માંગરોળ ગામના સરપંચ મુકેશભાઈ વસાવાએ આ સંદર્ભમાં જણાવ્યું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લોકોની ઇચ્છા અનુસાર સ્વૈચ્છિક રીતે માંગરોળ ગામના લોક ડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )