જાણો કાશ્મીરના લાલચોકમાં ત્રિરંગો લેહેરાવવાની દિલધડક ઘટના વિશે……….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેન્દ્ર સરકારે 5 મી ઓગષ્ટે કાશ્મીરની 370 કલમ મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે.કેન્દ્ર સરકારેે રાષ્ટ્રપતિના આદેશથી જમ્મુ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો છીનવતા કલમ 370 હટાવી દીધી છે.ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પર મોટુ નિવેદન આપતા રાજ્યમાંથી કલમ 370ની જાહેરાત કરી છે.આ સાથે જ તેમણે કહ્યું કે કલમ 370ના કેટલાક ખંડ લાગુ નહી થાય.માત્ર ખંડ એક બાકી રહેશે,તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે.અમિત શાહે જેવી જ આ જાહેરાત કરી રાજ્યસભામાં હંગામો થયો હતો. આ મોટી જાહેરાત પહેલા જમ્મુ કાશ્મીરના રસ્તા પર પુરી રીતે સન્નાટો પ્રસરાયેલો છે.

કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને ઇન્ટરનેટ મોબાઇલ સેવા બંધ કરી દેવામાં આવી છે.કેટલાક અધિકારીઓને સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા છે જેથી કેન્દ્ર સરકારને સૂચના મળતી રહે.આ પહેલા ત્યા 35 હજાર વધારાના સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી ચુકી છે.સાથે જ અમરનાથ યાત્રાને વચ્ચે જ રદ કરી દેવામાં આવી હતી.કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણયને દેશવાસીઓ ફટાકડા ફોડી વધાવી રહ્યા છે.તો 5મી ઓગસ્ટ 2019ના આ ઐતિહાસિક દિવસે વર્ષ 2011માં ગુજરાત ભાજપના નેતાઓએ કાશ્મીરના લાલચોક પર ત્રિરંગો લહેરાવ્યો એ દિલધડક ઘટના યાદ કરવી જ રહી.

આ છે એ દિલધડક ઘટના
વાત છે 2011ની,જે તે સમયે કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકે ધમકી આપી હતી કે કાશ્મીરના લાલચોકમાં કોઈને પણ ભારતનો ત્રિરંગો નહિ લેહેરાવવા દઈએ.આ બાબતે જેતે સમયના ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરાગ ઠાકુરે લાલ ચોક જાયેંગે ત્રિરંગા લેહેરાવવાનું દેશના યુવાનોને આહવાન કર્યું હતું.તે સમયે ગુજરાત ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાએ તાત્કાલિક એક બેઠક બોલાવી હતી.જેમાં એમણે એમ જણાવ્યું હતું કે હું કાશ્મીરમાં ત્રિરંગો લેહેરાવવા જવાનો છું,હું પાછો નહિ આવું તો મારી રાહ ન જોતા હું દેશ માટે શહીદ થવા જઈ રહ્યો છું એવું મારા પરિવારને પણ કહીને આવ્યો છું,જેની આવી તૈયારી હોય એ મારી સાથે આવે.દેશ ભક્તિ સાબિત કરવા કોઈ ત્રાજવા બન્યા નથી,તમારી અંદર જે દેશ ભક્તિ છે એને ઉજાગર કરવાનો આ સમય છે.પ્રદીપસિંહની આ વાત સાંભળી ગુજરાત માંથી 4000 જેટલા યુવાનો એમની સાથે લાલચોક જવા નીકળી પડ્યા હતા.એમાંથી ઘણા લોકોને ત્યાંની પોલીસે જમ્મુ જતા અટકાવ્યા અને નજરકેદ કર્યા હતા.

ઘટનાક્રમ નંબર 1

25 જાન્યુઆરી 2011ના દિવસે પ્રદીપસિંહ વાઘેલા જોડે 18 યુવાનો ગુપ્ત રીતે શ્રી નગર લાલચોક પર ત્રિરંગો લેહેરાવવા પહોંચ્યા હતા.ત્યાં પહોંચી એ 18 યુવાનો બે ટીમમાં વેહેચાય હતા.
ઘટનાક્રમ નંબર 2
પ્રદીપસિંહ સાથે હાલના સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી,અલ્પેશ લીંબચીયા,શશીકાંત પંડ્યા લાલચોકની સામેની એક હોટેલમાં રોકાયા.એ રાત્રિએ એ ચારેવ યુવાનો એક બીજાને ભેટ્યા અને આખી રાત જાગ્યા.

ઘટનાક્રમ નંબર 3

એ યુવાનો 26મી જાન્યુઆરી 2011ની સવારે 6 વાગે જ્યારે હોટેલની બારીમાંથી જુએ છે તો લાલ ચોક પર ફક્ત હથિયારધારી પોલીસ સિવાય કોઈ જ ન હતું,કરફ્યુ લાગેલો હતો.સવારે 9 વાગ્યાથી એમના મોબાઈલ બંધ થયા અને ત્યાંની તમામ હોટેલોમાં બપોર 12 વાગ્યા સુધી તાળા વાગી ગયા.

ઘટનાક્રમ નંબર 4

એ યુવાનોએ હોટેલના મેનેજમેન્ટને એમ કહ્યું કે અમારે આગળ ફરવા જવાનું છે તો તાળું ખોલો,તેઓ 1:30 વાગ્યાની આસપાસ હોટેલ માંથી કૂદીને બહાર નીકળ્યા અને લાલ ચોક પર ભારત માતાકી જય અને વંદે માતરમના નારા સાથે ત્રિરંગો લહેરાવ્યો હતો.

ઘટનાક્રમ નંબર 5

ત્રિરંગો હાથમાં જોઈ આ યુવાનો ઉપર ત્યાંની પોલીસ એમની પર લાતો,બંદૂકના બટ અને લાકડીઓથી તુટી પડી.દરમિયાન ઝામરો ખુલતા માર ખાતા ખાતા એ યુવાનોએ ગુજરાતના નેતાઓ સાથે લાઈવ કોન્ટેકટ કર્યો હતો.દરમિયાન યુવાનોની બીજી ટીમે તુરંત પોતાની જવાબદારી મુજબ આ તમામ ઘટનાક્રમ વિશે માહિતગાર કર્યા.
ઘટનાક્રમ નંબર 6
માર ખાતા આ યુવાનોના લાઈવ ઓડિયો અને બીજી ટીમની સતર્કતાથી ગુજરાતના નેતાઓને આ બાબત જાણ થઈ.ત્યાં બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને અરુણ જેટલીનો ટેલિફોનિક સંપર્ક સાધી આ યુવાનોને કઈજ ન થાય એ બાબતે અપીલ કરી.
ઘટનાક્રમ નંબર 7
બાદ એ યુવાનોને પોલીસ સ્ટેશને લઈ જઈ બેરહેમીપૂર્વક માર મરાયો.અંતે એ યુવાનોને વાનમાં નાખી એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા અને ત્યાંથી એ યુવાનો જમ્મુ અને ત્યાંથી દિલ્હી પહોંચ્યા.
ઘટનાક્રમ નંબર 8
જમ્મુથી દિલ્હી આવતા આ યુવાનોનું ભાજપના કાર્યકરોએ યુવાનોનું ફૂલ હારથી સ્વાગત કર્યું અને બાદમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ ઘટના પરથી કાશ્મીરની પહેલાની અને અત્યારની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય
ગુજરાતના યુવાનોએ કાશ્મીરની પહેલાની પરિસ્થિતિ મહેસુસ કરી છે.એટલે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશવાસીઓ અને ખાસ કરીને ગુજરાતના લોકો ખુશ થાય એ વ્યાજબી છે.ભૂતકાળમાં જમ્મુ કાશ્મીરમાં જે સ્થિતિ હતી એની સામે આજના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ પરિસ્થિતિ સુધરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )