ડોભાલને કાશ્મીરમાં શું થશે? હસતા-હસતા આપ્યું આવું રિએકશન, ગણતરીના કલાકોમાં તસવીર થશે સ્પષ્ટ?

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કાશ્મીર પર મોદી સરકારના મનમાં શું છે? તેના પર છવાયેલા સંશયના વાદળ થોડાંક જ કલાકમાં હટી શકે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં આજે સવારે 9:30 વાગ્યે કેબિનેટ મીટિંગ છે. તેમાં ઘાટી પર કેટલાંક મોટા નિર્ણય લેવાય તેવી આશા છે. કહેવાય છે કે આ બેઠકના નિર્ણયો અને કાશ્મીરની સ્થિતિ પર સરકાર સંસદમાં નિવેદન પણ આપી શકે છે. વધુ જવાનોની તૈનાતી અને ઘાટી છોડવાની સલાહ બાદ વિપક્ષ કેટલાંય દિવસથી તેની માંગણી કરી રહ્યું છે. આ બધાની વચ્ચે આજે અડધી રાત્રે પૂર્વ મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને પણ નજરબંધ કરી દેવાયા તો મોડી રાત્રે રાજ્યપાલે ડીજીપી અને ન્ય વરિષ્ઠ અધિકારીઓની સાથે ઇમરજન્સી બેઠક કરી.
અજીત ડોભાલે કાશ્મીરના પ્રશ્ને અંગે શું કહ્યું?
રવિવારના રોજ દિલ્હીથી લઇને જમ્મુ-કાશ્મીર સુધી હલચલ તેજ રહી. ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવની સાથે ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ સામેલ થયા. પૂરી સ્થિતિની પીએમને માહિતી આપી. ડોભાલને જ્યારે કાશ્મીર પર કોઇ મોટા નિર્ણયની સંભાવના પર પ્રશ્ન કરાયો તો તેઓ હસતા હસતા નીકળી ગયા.
સૂત્રોનું માનીએ તો સરકાર સંસદનું સત્ર બે દિવસ વધારી શકે છે, જેના પર વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઇ શકે. શાહની આવતા સપ્તાહે કાશ્મીર પ્રવાસની પણ તૈયારી છે. શ્રીનગરમાં કાશ્મીરી પક્ષોએ સંયુકત બેઠકમાં એલાન કર્યું કે રાજ્યના ખાસ દરજ્જા સાથે છેડછાડની કોઇ પણ કોશિષનો વિરોધ કરશે. રાજ્યના લોકોને અપીલ કરાઇ કે ધીરજ રાખો અને એવા પગલાં ના ઉઠાવો, જના લીધ ઘાટીમાં ખલેલ પડે.
આખા રાજ્યમાં સુરક્ષાના અભૂતપૂર્વ બંદોબસ્ત
આખા રાજ્યમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરાયો છે. લખનપુર (કઠુઆ)થી લઇને કાશ્મીરની ઘાટીઓ સુધી ચપ્પા-ચપ્પા પર નજર રાખી રહ્યા છે. કાશ્મીરમાં અલગતાવાદીઓના ગઢને છાવણીમાં ફેરવી દીધા છે. મીડિયા રિપોર્ટસના મતે જમ્મુમાં પણ 40 કંપનીઓ તૈનાત કરાઇ છે.
કલમ 144, સ્કૂલ-કોલેજ બંધ
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કલમ 144 લાગૂ કરી દેવાઇ છે. તમામ શાળા-કોલેજ અને શિક્ષણ સંસ્થાન બંધ રાખવાનો આદેશ અપાયો છે. શ્રીનગરમાં રવિવારના રાત્રે 144 કલમ લાગૂ કરી દેવાઇ હતી તો જમ્મુમાં પણ સવાર 6 વાગ્યાથી અસર જોવા મળી રહી છે. કાશ્મીર સિવાય જમ્મુ, કઠુઆ, ઉધમપુર, રિયાસી, કિશ્તવાડ, રાજૌરી, રામબન, પૂંછમાં સુરક્ષા ખૂબ જ ચાંપતો બંદોબસ્ત છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )