ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટે જમ્મુ કાશ્મીરના પ્રવાસે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભાજપ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહ સંસદ સત્ર બાદ ત્રણ દિવસ માટે કાશ્મીરની મુલાકાત લેશે. અમિત શાહ વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઇને કાશ્મીર પાર્ટીના કાર્યક્રમમા સામેલ થશે. અમિત શાહ કાશ્મીર ખીણના અલગ-અલગ જિલ્લામાં કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે અને સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓને વધારેમાં વધારે સભ્ય બનાવવા માટે પ્રેરિત કરશે.

અમિત શાહ કાશ્મીર બાદ આ જ મહિનામાં વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે બે દિવસ જમ્મુ પ્રવાસે પણ જશે અને ત્યાં બૂથ ઈન્ચાર્જની બેઠકને સંબોધિત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કાશ્મીર ખીણમાં વધારેમાં વધારે વિધાનસભા બેઠકો જીતવા માટેની રણનીતિ બનાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં સેનાને તૈનાત કરવાથી મહેબૂબા મુફ્તી સહિત ખીણના બીજા નેતાઓની ઉંઘ બગડી ગઈ છે. તેઓને આશંકા છે કે, ખીણમાં કંઈક મોટું થવાનું છે. મહેબૂબા મુફ્તીએ રાતે જ આ અંગે સજ્જાદ લોન અને રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી હતી.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, અમારા રાજ્યપાલ સત્યપાલ મલિકજી સાથે મુલાકાત કરી અને અફવાઓથી દૂર રહેવાનો અનુરાધ કર્યો છે, જેના કારણે ખીણમાં ડરનો માહોલ ઉભો ન થાય.

જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની BAT (બોર્ડર એક્શન ટીમ)ના ઘુસણખોરીના તમામ પ્રયત્નો નાકામ કરી નાખ્યા છે. આતંકવાદી સાથે અથડામણમાં ભારતીય સેનાએ 5થી 7 પાકિસ્તાની સેનાના BAT કમાન્ડો/આતંકવાદીને ઠાર માર્યા.

ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને LOC પર ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓના મૃતદેહને લઇ જવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાને મૃતદેહ લેવા માટે સફેદ ઝંડા સાથે આવવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. જોકે, પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )