પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલી એકલવ્ય સ્કૂલ વેજલપુરના આચાર્ય તેમજ ડાયરેક્ટરના જોહુકમી વલણથી શાળાના શિક્ષક કોરોના પોઝિટિવ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સરકારની ગાઇડ લાઇનથી વિરુદ્ધ પોતાના મનસ્વી નિર્ણય કરી શિક્ષકોને સ્કૂલે બોલાવતા એક શિક્ષકને કોરોનાએ ભરડામાં લીધા છે અને હાલ રીધમ હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર લે છે. પોતાનું સારું દેખાડવા અને બીજી એકલવ્ય સ્કૂલોને નીચા દેખાડવા માટે થઈને સરકારની ગાઇડ લાઇન વિરુદ્ધ શિક્ષકોને ફરજ પર બોલાવતા હતા અને તેમાં જો શિક્ષક બીમાર હોય અથવા તો પરિવારમાં કોઈ બીમાર હોય અને એ શિક્ષક શાળાએ ન જાય તો ઝૂમ મીટીંગ દ્વારા શિક્ષકોને અવિવેકી ભાષામાં ગમે તેમ બોલીને ખખડાવતા અને પગાર કાપી લેવાની ધમકી આપતા હતા. આ ડરના કારણે શિક્ષકો સરકારની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરતા હોવા છતાં પણ વારે વારે ધમકી આપતા હતા.શિક્ષકો શાળાએ જતા હતા અને તેમાં શાળાના શિક્ષક રાજેશ પટેલને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર શિક્ષકો અને તેમનો પરિવાર ડર અને ભયની હાલતમાં છે અને શાળાના મોટા ભાગના શિક્ષકો તાવ-શરદી જેવા વાયરલ માં આવતા પોતે હોમ કોરન્ટાઇન થયેલ છે. આ બધું જાણતા હોવા છતાં સરમુખત્યારશાહી જેવા નિર્ણય કરી શિક્ષકોના અને તેમના પરિવારના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે તે ગંભીર બાબત છે.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )