વડોદરામાં મગરના ભયથી કેટલાક વિસ્તારના લોકો બે રાતોથી સૂઇ શકતાં નથી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે લોકો મૂશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. જોકે લોકોને પૂરના પાણી કરતા પણ મગરથી વધુ ડર સતાવતો હતો. પૂરની સ્થિતિને પગલે વિશ્વામિત્રીના નદી કાંઠાના વિસ્તારોમાં મગરો સોસાયટીઓમાં ઘૂસી ગયા હતા. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 5 જેટલા મગરો પકડાયા છે. વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આવેલી રાજસ્થંભ સોસાયટીમાં 4 મગર ઘૂસી જતા સ્થાનિક રહીશો મગર અને પાણીના ડરથી બે રાત સુધી ઊંઘી શક્યા નહોતા. બીજી તરફ મગર પકડવા માટે વનવિભાગની 12 ટીમો કામે લાગશે.

રોડ પર મગર આવી ગયા
વિશ્વામિત્રી નદીમાં સૌથી વધારે 300 જેટલા મગર છે પૂરને કારણે આ મગરો વડોદરા શહેરમાં ઘૂસી આવ્યા હતા. બે દિવસમાં વડોદરામાં 5 મગર રેસ્ક્યૂ કરાયા હતા. અને કારેલીબાગ, જાંબુવા અને વડસર સહિતના વિસ્તારોમાં મગરો જોવા મળ્યા હતા. આજે સવારે પણ ગણેશનગર વિસ્તારમાં મગર દેખાયો હતો. જેને પગલે ગણેશનગર વસાહતના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વિશ્વામિત્રી નદી વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થાય છે અને પાણીના વહેણથી બચવા માટે સોસાયટી વિસ્તાર અને રોડ પર મગર આવી જાય છે. રાજસ્થંભ સોસાયટીના રહીશ જીતેશ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં 4 જેટલા મગર અને અનેક સાપ ઘૂસી આવ્યા હતા. જેમાંથી એક મગર અને બે સાપ પકડાયા હતા. અમારી સોસાયટીમાં 1500 જેટલા લોકો રહે છે. બાજુમાં આવેલા તળાવમાં 10થી વધારે મગરો રહે છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )