નર્મદા જિલ્લામાં કેટલીક વ્યક્તિઓ દ્વારા બિનઅધિકૃત રીતે બેટી બચાવો બેટી પઢાવો પ્રધાનમંત્રી યોજનાના નામે બોગસ યોજનાના ફોર્મ વિતરણ અને ફી વસુલી સામે વિરોધ વંટોળ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લા પ્રશાસન દ્વારા રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ.
બેટી બચાવો બેટી પઢાવો પ્રધાનમંત્રી યોજના કોઇપણ
વિભાગમાં લાગુ કરાયેલ નથી કે અમલમાં નથી
આવી બોગસ યોજનાના ફોર્મ વિતરણ અટકાવવા તેમજ કસૂરવાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપાયેલી ચીમકી
રાજપીપલા,તા.31
નર્મદા જિલ્લામાં કેટલીક વ્યકિતઓ દ્વારા બિનઅધિકૃત રીતે બેટી બચાવો બેટી પઢાવો પ્રધાનમંત્રી યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવે છે અને અરજદારો પાસેથી રૂા. ૫૦/- થી રૂા.૧૦૦/- વસુલીને દિકરીઓના કુટુંબીજનોને રૂા. ૨ લાખ જેટલી રકમની સહાય આપવાની બોગસ યોજનાનો ફેલાવો કરી રહેલ છે અને આ ફોર્મ હિંદી ભાષામાં છપાયેલાં છે, જેને બિન અધિકૃત ઇસમો દ્વારા ઉકત યોજનાના નામે ફોર્મ ભરવાના નાણાં લઇને ફોર્મ ભરી રહયાં હોવા ની બૂમો ઉઠવા પામી હતી.આ બાબતે નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ના ધ્યાન પર લાવતા તેમની સૂચનાથી નર્મદા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી આજે રાજપીપલા પોલીસ સ્ટેશન મથકે જાણવા જોગ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
બેટી બચાવો બેટી પઢાવો પ્રધાનમંત્રી યોજના સરકાર તરફથી કોઇ પણ વિભાગમાં લાગુ કરવામાં આવેલ નથી કે અમલમાં નથી તેવી સ્પષ્ટતા કરતાં નર્મદા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી આ અંગે જણાવાયું છે કે, જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ને આ યોજનાના ફોર્મ ભરવા નહીં કે સહી-સિકકા કરવા નહીં તેમજ ફોર્મનું વિતરણ અટકે તે જોવાની જરૂરી સૂચના પણ આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. અને કોઇપણ વ્યકિત આ વિગતે ફોર્મ ભરતાં જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જણાવાયું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )