ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરનાર મહબુબા મુફ્તી બેસી ગયા પાણીમાં? મોદી સરકારને આમ પહોંચાડ્યો ફાયદો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લાંબા સમયથી રાજ્યસભામાં લટકેલું ટ્રિપલ તલાક બિલ મંગળવારના રોજ આખરે પાસ થઇ ગયું. રાજ્યસભમાં આ બિલના સમર્થનમાં 99 તો વિરોધમાં 84 સભ્યોએ વોટિંગ કર્યું. આ બિલને પાસ કરાવામાં કેટલીય ક્ષેત્રીય પાર્ટીઓએ મોટી ભૂમિકા નિભાવી છે. આ પાર્ટીઓ દ્વારા વોટિંગમાં ભાગ ના લીધો તેના લીધે બહુમતીનો આંકડો ઓછો થઇ ગયો અને પીએમ મોદી આ બિલને ઉપલા ગૃહમાંથી પાસ કરાવી શકયા. ટ્રિપલ તલાક બિલને લઇ જમ્મુ-કાશ્મીરની પાર્ટી પીડીપીના સાંસદોનું વલણ હેરાન કરનારું છે. વાત એમ છે કે પીડીપીના બે સાંસદોએ ઉપલા ગૃહમાં બિલ રજૂ કર્યા બાદ વોટિંગમાં ભાગ લીધો નહીં. આથી બહુમતીનો આંકડો વધુ ઘટી ગયો અને મોદી સરકાર આ બિલને પાસ કરાવામાં સફળ રહી.
આપને જણાવી દઇએ કે પીડીપી પાર્ટીના અધ્યક્ષ મહેબૂબા મુફતીએ ગૃહમાં બિલને રજૂ કરતાં પહલાં કહ્યું હતું કે આ બિલને લઇ કોઇપણ ભોગે સરકારને સાથ આપશે નહીં. પરંતુ તેમની પાર્ટીના બે સાંસદો દ્વારા વોટિંગમાં ભાગ ના લઇને અપ્રત્યક્ષ રીતે ફાયદો મોટી સરાકરને જ થયો.
આપને જણાવી દઇએ કે ટ્રિલ તલાક બિલને લઇ થોડાંક દિવસ પહેલાં જ મહબૂબા મુફતી એ કહ્યું હતું કે મોદી સરકાર આ બિલના સહારે અમારા (મુસ્લિમ) ઘરોમાં ઘૂસવાની કોશિષ કરી રહ્યા છે. તેમણે ટ્રિપલ તલાક બિલને લઇ એક ટ્વીટ પણ કરી. તેમણે લખ્યું કે હું સમજી શકતો નથી કે આખરે મોદી સરકાર આ બિલને પાસ જ કેમ કરાવા પર અડ્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટે તેને ગેરકાયદેસર ગણાવ્યું છે. આમ કરવું માત્ર મુસલમાનોને દંડ આપવા માટે કરાઇ રહ્યું છે. એવી સ્થિતિમાં જ્યારે દેશના અર્થતંત્રની વ્યવસ્થા આટલી ખરાબ ચાલી રહી હોય તો શું સરકાર માટે આ અગત્યનો મુદ્દો હોવો જોઇએ?
ઉલ્લેખનીય છે કે વિપક્ષના ના અને બિલને સિલેકટ કમિટીમાં મોકલવાની માંગણી વચ્ચે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ થઇ ગયું. આની પહેલાં વિપક્ષની બિલને સિલેકટ કમિટીને મોકલવાની માંગણી પણ ગૃહમાં પડી ગઇ. વોટિંગ દરમ્યાન બિલને સિલેકટ કમિટીમાં મોકલવાના પક્ષમાં 84 જ્યારે વિરોધમાં 100 વોટ પડ્યા. હવે આ બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિની પાસે મોકલાશે. રાજ્યસભામાંથી ટ્રિપલ તલાક બિલ પાસ થવું મોદી સરકારની મોટી જીત મનાય છે. બિલ પાસ થયા બાદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આજે એક ઐતિહાસિક દિવસ છે. બંને ગૃહોએ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો છે. આ એક ઉન્નતિશીલ ભારતની શરૂઆત હતી

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )