સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે હાઈવેરોડ ભારે વરસાદમાં ધોવાયો.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભરૂચ અને અંકલેશ્વર થી આવતા વાહનોને ભારે હાલાકી
રાજપીપળા, તા.30
સ્ટેટ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો અંકલેશ્વર ભરૂચ થી આવતા વાહનો વાયા રાજપીપળા સંતોષ ચાર રસ્તા થઇને કેવડીયા જાય છે. જેનો ફોર લેન રોડ બનાવાયો છે પણ રાજપીપળા વિજયચોક થી રાજપીપળા શહેરમાં જવાનો રસ્તો ફોરલેન બનાવાયો નથી. આ હાઇવે પરના વાહનો રાજપીપળા વિજયચોકથી સંતોષ ચાર રસ્તા થઈને કાળીયા ભુત થઈને કેવડીયા તરફ વાહનો જાય છે. પણ રાજપીપળાનો સંતોષ ચાર રસ્તાનો રસ્તો ભારે વરસાદમાં ધોવાઇ ગયો છે. મહાવિદ્યાલય રોડ અને સંતોષ ચાર રસ્તા પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા હતા.
સંતોષ ચાર રસ્તા રોડ ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે. દર વર્ષે કામ ચલાઉ તંત્ર ખાડા પૂરી કરે છે. હમણાં ત્રણ ચાર દિવસથી સતત ભારે વરસાદ પડ્યો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રાજપીપળા નો હાઈવે રોડ ધોવાઇ ગયો છે. પણ આ રોડ પર સ્ટેચ્યુના વાહનો માટે પાકો મજબૂત હાઈવે રોડ બનાવે તેવી માંગ છે. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન રોડ પાછળ કરોડનું બજેટ ફાળવે છે. તે વાયા રાજપીપળા હાઇવે થઇને જતા રસ્તાને ફોરલેન બનાવવાની માંગ કરી છે.
જોકે એમ માટે ટાઉન પ્લાનિંગમાં આવતા દબાણો દૂર કરવાની જરૂર છે. આ અગાઉના દિવસોમાં કલેકટર ટાઉન પ્લાનિંગ રસ્તો પહોળો કરવા દબાણ દૂર કરી લાલ લીટા પાડી માપણી પણ કરી હતી. પણ કોઈ કારણોસર ડીમોલેશન થયું ન હતું. હાલ આ રોડ પર ટ્રાફિક સતત વધી રહ્યો છે ગેરકાયદેસર ઓવરલોડેડ હાઇવા ટ્રક આડેધડ દોડી રસ્તાઓની ખોદી રહ્યા છે. ત્યારે રોડ પર મોટા ખાડા પડી રહ્યા છે. ત્યારે ફોરલેન માટે દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )