સૌરાષ્ટ્રના સાવજ વિઠ્ઠલ રાદડીયાનો નશ્વરદેહ જામકંડોરણામાં દર્શનાર્થે મુકાયો, 1 વાગે નીકળશે અંતિમયાત્રા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 60ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું સોમવારના રોજ તેમના ઘરે 10.30ની આસપાસ નિધન થયું હતું.
આજે તેમના નશ્નરદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો છે અને મંગળવારે સવારે 7થી 12 જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે.
ત્યારબાદ બપોરે એક ક્લાકે અંતિમયાત્રા નીકળશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો જોડાશે.
તમને જણાવી દઇએ કે, જરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું સોમવારે 10.30 વાગે 60ની વયે નિધન થયું હતું. આજે તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવ્યા છે. જ્યારે સ્મશાન યાત્રા આજે એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )