આજે ચોમાસુ સિઝનમાં પહેલી વાર કરજણડેમાં 6 ગેટ ખોલાયા.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રૂલ લેવલ કરતાડેમની સપાટી ૭૦ સેમી વધી જતા કરજણડેમમાંથી ૩૫,૫૦૪ કયુસેક પાણી છોડાયુ

કરજણડેમ તેની સર્વોચ્ચ સપાટીએ ૧૧૦.૦૬ મીટરે પહોચી

કરજણડેમમાં પાણીની આવક ૩૫,૫૦૪ કયુસેક જાવક ૩૩,૦૬૪ કયુસેક

કરજણડેમ૭૩.૬૮%ભરાયો. કરજક્કડેમ વોર્નીગ સ્ટેજ પર મૂકાયો.

એક સપ્તાહથી કરજણડેમમાંથી પાણી છોડાતા કરજણનદી બે કાંઠે વહેતા પાણી જોવા લોકટોળા ઉમટયા

રાજપીપળા,તા.20

નર્મદાના દેડીયાપાડા અને સાગબારાના ઉપરવાસમાં સતત ભારે વરસાદના પગલે કરજણડેમમાં છેલ્લા આઠ
દિવસથી પાણીની ભારે આવક થઇ રહી છે. જેને પગલે આજે કરજણ ડેમનું ફૂલ લેવલ ૧૦૯.૩૬ મીટર
કરતા૭૦ સેમી વધી જતા રૂલ લેવલ જાળવવા કરજણડેમની સપાટી વધીને ૧૧૦.૦ મીટર મીટર થઈ જતાકરજણડેમમાથી આજે સવારે પહેલા પ ગેટ (૨,૪,૫, ૬ અને ૮ નંબરના) ૧.૨૦ મીટર ઉંચાગેટ ખોલવાનીફરજ પડી હતી ત્યાર બાદ ૧૦ વાગે વધુએક ૯ નંબરનો ગેટ ખોલાતા આજે કુલ ૬ ગેટ ખોલવામાં આવ્યા હતા.અને તેમાથી ડેમ સત્તાવાળાઓને 6 ગેટમાથી ૩૫,૫૦૪કયુસેક પાણી છોડવાની ફરજ પડી હતી.જેને કરણે આજે
કરજણ નદી બે કાંઠે વહેવા લાગતા રાજપીપળા ખાતે કરજણઓવારે પાણી જોવા લોકટોળા ઉમટયા હતા.

કરજણડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી મહાના જણાવ્યા અનુસાર આજે ઉપરવાસની બે ગામની નદીઓ ફૂલવાડીનીકરજણ નદીની સપાટી ૨મીટર અને ઘાંટોલીમાં ભારે વરસાદને કારણે નદીની સપાટી ૪ મીટર થઇજતા કરજણડેમમાં પાણીની આવક ૩૫,૫૦૪કયુસેક થવા પામી હતી, કરજણ ડેમમાં સતત પાણીની ભારે આવકથઈ રહી હોવાથીડેમ આજે ૭૩.૬૮ % ભરાઈ જતા કરજણડેમને વોર્નિગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે.

ડેમના સત્તાવાર આંકડા પ્રમાણે કરજણડેમનો લાઇવ સ્ટોરેજ ૩૭૨૯૮મીલીયન ઘનમીટર, અને મોસસ્ટોરેજ
૩૯૬.૯૯ મીટર નોંધાયો છે. ગેટમાથી હાલ ૩૨,૬પર કયુસેકપાણી જઇ રહયુ છે, એ ઉપરાત સ્મોલ હઈડ્રો
પાવરમા વીજ ઉત્પાદન માટે ૪૧૨ કયુસેક પાણી ડીસચાર્જ કરાતા કરજણ નદીમાં હાલ કૂલ૩૩,૦૬૪ ક્યુસેક
જળરાશી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. એક સપ્તાહથી કરજણડેમમાંથી પાણી છોડાતા
અને આજે ૬ ગેટમાથી કરજણનદી બે કાંઠે વહેતા પાણી જોવા લોકટોળા ઉમટયા હતા.
સ્મોલ હાઇડ્રોપાવરના બંને વીજ યુનિટો હાલ ચાલુ છે. જેમાંથી ૪૧૨ ક્યુસેક પણી ડીસ્ચાર્જ થતા કરજણ ડેમનાબે પેનસ્ટ્રીક વડે પાણી ૪૧૨ કયુસેક પાણી હાઇડો પાવરમા જઇરહ્યું છે. હાલ ચોમાસામાં ડેમ ભરવા માટે
પાણીનો સંગ્રહ કરવામાં આવી રહયો છે. જેમાંથી પ્રતિદીન ૭૨૦૦૦ યુનીટ વીજળીનું ઉત્પાદન શરુ થઈ રહયુ છે.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )