ડિસ્કવરીના પ્રખ્યાત એડ્વેન્ચર એપિસોડમાં PM મોદી સાહસી અંદાજમાં જોવા મળશે, બેયર ગ્રિલ્સે ટીઝર લોન્ચ કર્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  • આ એપિસોડને 12 ઓગસ્ટે રાત્રે નવ વાગે પ્રસારિત કરવામાં આવશે
  • બેયર ગ્રિલ્સે લખ્યું છે કે, 180 દેશોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક નવો અંદાજ જોવા મળશે
  • આંતરરાષ્ટ્રીય વાઘ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવી સરપ્રાઈઝ લઈને સામે આવ્યા છે. ડિસ્કવરીના ખૂબ ચર્ચિત કાર્યક્રમ ‘Man Vs Wild’ના એક એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે અમુક એડ્વેન્ચર કરતાં જોવા મળશે. આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાઢ જંગલમાં ફરતા જોવા મળી રહ્યા છે.

Man Vs Wildના એન્કર બેયર ગ્રિલ્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ કાર્યક્રમનું ટીઝર લોન્ચ કર્યું છે. તેમણે લખ્યું છે કે, દુનિયાના 180 દેશોને વડાપ્રધાન મોદીનો એક અનોખો અંદાજ જોવા મળશે. તેમાં તેઓ મારી સાથે ભારતના જંગલ વિસ્તારોમાં ફરશે. આ દરમિયાન પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે વાતો પણ કરશે.

તેના જવાબમાં બેયર ગ્રિલ્સ કહે છે કે, તમે ભારતના સૌથી મહત્વના વ્યક્તિ છો તેથી તમને સુરક્ષીત રાખવાનું કામ મારું છે. સમગ્ર કાર્યક્રમમાં પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, Man Vs Wild આ રીતનો ખૂબ પ્રખ્યાત કાર્યક્રમ છે જેમાં પર્યાવરણ અને જાનવરો વિશે માહિતી આપવામાં આવે છે. આ કાર્યક્રમ યુવકોમાં ખૂબ પ્રખ્યાત છે. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી પહેલાં પણ ઘણી સેલેબ્સ આવી ચૂકી છે. નોંધનીય છે કે, જ્યારે પુલવામાહુમલો થયો ત્યારે મોદી આ કાર્યક્રમના શૂટિંગમાં વ્યસ્ત હતા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )