માત્ર ૬ મહિનામાં જ ૧ એકરમાં ૬૪ ટન જેટલું કેપસીકમ(સીમલા મિર્ચી) નું ઉત્પાદન મેળવતાં નિકોલી ગામના પ્રગતિશીલ ખેડૂત ભદ્રેશભાઇ પટેલ….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

૮ હજાર કેપસીકમનાં છોડનાં વાવેતર સામે
રૂા. ૨.૫૦ લાખનો ભદ્રેશભાઇએ મેળવ્યો ચોખ્ખો નફો

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં નિકોલી ગામના પ્રગતિશીલ ખેડૂત ભદ્રેશભાઇ કંચનભાઇ પટેલ ૪ હેક્ટર જેટલી જમીન ધરાવે છે. તેઓ વર્ષોથી કેળ અને પપૈયા જેવી ખેતી કરતાં હતાં. પરતું ખેતીમાં કંઇક નવું કરવાની ખેવના ધરાવતા ભદ્રેશભાઇએ રાજ્ય સરકારના બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ ૬૫ ટકા સબસીડી સાથે રૂા. ૧૪.૫૦ લાખની સહાય થકી ૧ એકરમાં ૮ હજાર કેપસીકમનાં છોડનું વાવેતર કર્યું જેમાં રૂા. ૮૦/- હજારનો ખર્ચ બાદ કરીને માત્ર ૬ મહિનામાં જ ૬૪ ટન જેટલું ઉત્પાદન મેળવીને રૂા. ૨.૫૦ લાખ જેવો ચોખ્ખો નફો મેળવ્યો છે.
ભદ્રેશભાઇ પટેલ કહે છે કે, બાગાયત વિભાગ અને નર્મદા દ્ત્ત એગ્રોટેક કંપનીના માર્ગદર્શન હેઠળ મને વર્ષ- ૨૦૧૨માં ઇઝરાયેલ ખાતે ૧૦ દિવસીય કૃર્ષિ મેળાની મુલાકાતનો લ્હાવો મળવા ઉપરાંત આણંદ કૃર્ષિ યુનિવર્સિટીની ખાતે ૧૦ દિવસીય ગ્રીનહાઉસ-નેટહાઉસ અંગેની તાલીમ પણ મે લીધી હતી. આધુનિક પધ્ધતિથી ખેતી કરતાં ભદ્રેશભાઇ પટેલે વર્ષ-૨૦૧૭માં તેમણે નેટહાઉસ કર્યું હતુ. હાલમાં ૧ એકરમાં ૮ હજાર કેપસીકમ (સીમલા મિર્ચી) ના છોડના વાવેતર થકી તેમની મહત્વાકાંક્ષા મુજબ હજી વધારે રોપાઓનું વાવેતર કરવું છે. આધુનિક સિંચાઇ-ખેતી પદ્ધતિ તેમજ જરૂરીયાત પ્રમાણમાં દવા, ખાતર, પાણીની દેખરેખ હેઠળ કેપસીકમનું મબલખ ઉત્પાદન મેળવ્યુ છે. તેમજ બાગાયત પાકની ખેતીમાં વધારે આવક મેળવવા માટે તેમના તરફથી ટામેટાનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. ભદ્રેશભાઇ પટેલ વધુમાં કહે છે કે, રાજપીપલા, સુરત તેમજ વડોદરા જેવા મહાનગરોમાં મોટાપાયે કેપસીકમ મિર્ચીનું માર્કેટીંગ સાથે તેનું વેચાણ કરવામાં આવે છે.
ભદ્રેશભાઇ વધુમાં ઉમેરે છે કે, સરકારશ્રીની કૃર્ષિ વિકાસલક્ષી વિવિધ યોજઓનાં અમલીકરણને લીધે ૬૫ ટકા સબસીડી સાથે ૧૪.૫૦ લાખની સહાય મેળવવાની સાથે જ ભદ્રેશભાઇનું જીવન ધોરણ હવે બદલાઇ ગયું છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવાને લીધે આર્થિક રીતે પણ હવે ખૂબ સારી આવક મેળવીને અન્ય ખેડૂતો માટે તેઓ પ્રેરણાદાયી બન્યાં છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )