હાલોલ જાંબુઘોડાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પંચાયત મંત્રી જયદ્રથસિંહજી પરમાર નો 56 મો જન્મ દિવસ યાદગાર બન્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલોલ જાંબુઘોડાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પંચાયત મંત્રી જયદ્રથસિંહજી પરમાર નો 56 મો જન્મ દિવસ યાદગાર બન્યો

હાલોલ જાંબુઘોડાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પંચાયત મંત્રી જયદ્રથસિંહજી પરમાર નો 56 મો જન્મ દિવસ ગઈ કાલે ગયો હતો અસંખ્ય કાર્યકર્તાઓ નેતાઓ એ તેઓ ના જન્મ દિવસ નિમિત્તે તેઓને શુભકામનાઓ પણ પાઠવી હતી.આ જન્મ દિવસે સાંજે ગાંધીનગર સ્થિત તેઓના મંત્રી શ્રી ના બંગલે આ જન્મ દિવસ ને યાદગાર બનાવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાની તેઓના ધર્મપત્ની અંજલિબેન રૂપાની સાથે આવી પહોંચ્યા હતા.સાથે સાથે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ,ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મંત્રી મંડળ ના મંત્રીઓ, ધારાસભ્યો સહિત અનેક શુભેચ્છકો આવીને મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર ના જન્મ દિવસને યાદગાર બનાવ્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના ધર્મપત્ની અને પુત્ર મયુરધ્વજસિંહ પરમાર સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાલોલ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન.મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર કે જેઓ 1988 ની સાલથી એક સરપંચ તરીકે પ્રજાની સેવાની શરૂઆત કરી હતી અને આજે હાલોલ જાંબુઘોડાનું જેને ગૌરવ કહી શકાય અને જે સમગ્ર ગુજરાત રાજ્યને તેમના પરિશ્રમનો અનુભવ પીરસી રહ્યા છે અને રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો ધરાવતા ગુજરાત સરકારના મંત્રી શ્રી તથા હાલોલ વિધાનસભા નહી પણ સમગ્ર વિસ્તારના દરેક કાર્યકર્તાઓ ને જે સીધે સીધુ નામ લઈને બોલાવે છે , અને સ્વાભાવથી એક દમ સરળ , દયાળુ અને હંમેશા લોકોના કામ માટે તત્પર રહેતા એવા જયદ્રથસિંહજી પરમાર કે જેમને તેઓના મતવિસ્તારમાં જયુદાદા ના હુલામણા નામથી ઓળખાય છે

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )