ગુજરાતી યુવકના………………….. અબજોના કૌભાંડનો છેડો શોધવા દુનિયાની સૌથી શક્તિશાળી એજન્સી સુરતમાં……….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાતમાં ગાજેલા ક્રિપ્ટો કરન્સીના અબજોના કૌભાંડનો રેલો છેક અમેરિકા પહોચ્યો છે. કૌભાંડને લઈ દુનિયાની સૌથી શક્તિશાળી એવી અમેરિકાની તપાસ એજન્સી FBIએ સુરતમાં ધામા નાખ્યા છે. એફબીઆઈએ બિટ કનેકટના માસ્ટર માઇન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી.
બિટકોઈનના પ્રમોટર અને બિટ કનેક્ટના ઓનર સતીશ કુંભાણીએ વિયેતનામ, મલેશિય, ઈન્ડોનેશિયા, સાઉથ કોરીયા, જાપાન, ફિલિપાઇન્સ, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં પણ રોકાણ કરાવ્યું હતું. જેને લઈને એફબીઆઈએ આવવાની ફરજ પડી હતી. બિટકોઈન જેવી બિટકનેકટ લિમિટેડ કંપની બનાવી કરોડોનું કૌભાંડ કરનારા મુખ્ય સૂત્રધાર સતીશ કુંભાણીની એફબીઆઈએ પૂછપરછ કરી હતી.

એફબીઆઈએ હાથ ધરી પૂછપરછ :-
આ બાબતે સીઆઈડી ક્રાઇમના સત્તાધીશોએ જણાવ્યું કે એફબીઆઈ(ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ના બે અધિકારીઓ ભારત આવ્યા હતા અને તેમણે સીઆઈડી ક્રાઇમના અધિકારીની હાજરીમાં બિટ કનેકટના મુખ્ય કૌભાંડ સતીશ કુંભાણીની 3 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં એફબીઆઈના સત્તાધીશોએ કુંભાણી પાસેથી ત્યાંના પ્રમોટરોની માહિતી મેળવી હતી અને ત્યાંના લોકો કંપનીનો કર્તાહર્તા તરીકે વીંડીનું નામ આવતું હતું. જોકે પાછળથી ખબર પડી કે બિટકનેક્ટમાં મુખ્ય કૌભાંડી સતિષ કુંભાણી જ છે.
સીઆઈડી ક્રાઇમના સ્ટાફે સતીશ કુંભાણી સાથે સુરેશ ગોરસીયાને પણ લઈ આવી હતી. જો કે એફબીઆઈએ માત્ર સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. હવે આગામી દિવસોમાં એફબીઆઈ બિટકનેકટ અંગેની ડોક્યુમેન્ટો સીઆઈડી ક્રાઇમ પાસેથી મેળવીને તપાસ કરશે. અમેરિકામાં સિવિલ કાર્યવાહીમાં સ્થાનિક પ્રમોટરોની પ્રોપટી સીલ કરાઈ છે. સેકડો અમેરિકન આ માયાજાળમાં હજારો ડોલર ગુમાવી ચૂક્યા છે.

ફિલ્મ પરથી પ્રેરણા મેળવી કુંભાણી બન્યો કૌભાંડી :-
અમરેલીનો સતીશ કુંભાણી સુરત આવે છે. સતીષ લંડનમાં બી.ફાર્મનો અભ્યાસ કરી પરત ફરે છે. સતિશ એમ.આર તરીકે નોકરી કરે છે. 2014માં રશિયાની કંપનીમાં જોબ કરતા કરતા એમએલએમ કરતાં બિટકોઈનનો આઈડિયા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સતીશ કુંભાણીએ આ કૌભાંડ આચરવાની પ્રેરણા 2018માં આવેલી બાઝાર નામની ફિલ્મ પરથી મેળવી હતી. જેમાં મુખ્ય પાત્ર શકુન કોઠારીને મૂળ સુરતનો બતાવાયો છે. શકુન બાળપણમાં બહુ ગરીબ હોય છે, મોટો થયાં બાદ તે હીરાની દાણચોરીમાં પડે છે. મુંબઈ જાય છે અને ત્યાં સ્ટોક માર્કેટમાં મોટો બ્રોકર બને છે. શકુન કોઠારી લોકોને ભોળવીને રૂપિયા બનાવે છે. બઝાર ફિલ્મને કેટલાંક અંશે મળતી ઘટના સુરતમાં પણ બને છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કોલ સેંટર કૌભાંડમાં પણ એફબીઆઈ ગુજરાતમાં આવી ચુકી છે. તે સમયે એફબીઆઈએ કોલ સેંટરના માસ્ટર માઈન્ડ સાગર ઠક્કરની પુછપરછ કરી હતી

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )