ચીન પ્રમુખ પત્ની સાથે અમદાવાદમાં ઝૂલે ઝૂલ્યાં પણ પાંચ વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ અધ્ધતાલ!

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિંગપિંગ તેમના પત્ની સાથે ૨૦૧૪માં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી રિવરફ્રન્ટના બગીચામાં ઝૂલા ઉપર બેસી હીંચકા ખાધા હતા અને આ મુલાકાત વખતે સાણંદ નજીક ચાઇનીઝ કંપનીઓ માટે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થાપવા ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર થયા હતા.
આ સૂચિત પ્રોજેક્ટમાં પાંચ વર્ષ બાદ પણ નક્કર કોઇ કામગીરી ના થઇ હોવાનું વિધાનસભામાં ગુરુવારે જાહેર થયું હતું. કોંગી ધારાસભ્યોએ રાજ્યમાં ચાઇનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થાપવામાં શું કાર્યવાહી થઇ છે તેની જાણકારી માગતા પૂછેલા સવાલો ગુરુવારે પ્રશ્નોત્તરીની બુકલેટમાં આવ્યા હતા.
જેના પ્રત્યુત્તરમાં ઉદ્યોગ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા એવો લેખિત જવાબ અપાયો હતો કે, ચીની રાષ્ટ્રપ્રમુખની વિઝિટ વખતે રાજ્યમાં સાણંદ નજીક ચાઈનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થાપવા જે કરાર થયા હતા,
તેમાં ચાઇના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ સંસ્થાએ ૨૦૦.૮૨ હેક્ટર જમીનની જરૂરિયાત પૈકી અત્યાર સુધીમાં માત્ર ૫૫.૨૮ હેક્ટર જમીન ખરીદી છે, બાકીની જમીન મેળવવાનું કામ ચાલુ છે. સરકારે એ ફોડ નહોતો પાડયો કે જમીન સરકારે મેળવીને આપવાની છે કે સંસ્થાએ પોતે ખરીદવાની છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )