સાગબારા તાલુકામાં 3.5 ભારે વરસાદથી જનજીવન ખોરવાયું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સાગબારા માં જળબંબાકારની સ્થિતિ રસ્તાઓ ધોવાયા બાકીના ચાર તાલુકા સાવ કોરા અને ટીપુ પણ વરસાદ થયો નથી! નર્મદા ડેમે 121.92 મીટરની સપાટી વટાવી છતાં ડેમ ઓવર ફ્લો થયો નહીં! ડેમને દરવાજા લાગ્યા હોવાથી હવે ડેમનો ઓવરફલો નો અદભુત નજારો પ્રવાસીઓ માણી શકશે નહીં!રાજપીપળા તા 25નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકામાં સિઝનનો સૌથી વધુ વરસાદ 86 મીમી (સાડા ત્રણ ઇંચ )વરસાદ તૂટી પડતાંસાગબારા તાલુકો જળબંબાકાર થઈ ગયો હતો. સતત ધોધમાર વરસાદને કારણે સાગબારા પંથકમાં જનજીવન ખોરવાઈ ગયું હતું, ખેતરોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા હતા. નર્મદાના પાંચ તાલુકાઓ પૈકી માત્ર સાગબારા તાલુકામાં (86 મીમી ) 3.5 ઇંચ વરસાદ ઝીંકાયો છે જ્યારે બાકીના ચાર તાલુકાના તાલુકાઓ નાંદોદ, દેડિયાપાડા, ગરુડેશ્વર, તિલકવાડા સાવ કોરા રહ્યા છે અહીં એક ટીપુ પણ વરસાદ થયો નથી !અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં મોસમનો કુલ સૌથી વધુ વરસાદ ગરુડેશ્વર તાલુકામાં 357 મિ.મી અને સૌથી ઓછો વરસાદ નાંદોદ તાલુકામાં 291 મિ.મી નોંધાયો છે જ્યારે ડેડીયાપાડા તાલુકામાં 306 મીમી સાગબારા તાલુકામાં 324 મીમી મળી કુલ મોસમનો વરસાદ 1618 મિ.મી (સરેરાશ 324 મીમી ) વરસાદ નોંધાયો છે.જેમાં નર્મદાના તમામ ડેમોની સપાટીમાં ક્રમશઃ વધારો નોંધાયો છે. જેમાં નર્મદા ડેમની સપાટી 121.92 મીટર વટાવી જઈ 121.97 મીટરે પહોંચી છે, છતાં પણ નર્મદા ડેમને દરવાજા લગાડેલ નથી તેથી નર્મદા ડેમ ઓવરફલો થયો નથી. હવે પ્રવાસીઓને નર્મદા ડેમનો ઓવરફલો નો અદ્ભૂત નજારો જોવા મળશે નહીં.જ્યારે કરજણ ડેમની સપાટી 100.12 મીટર, નાના કાકડી આંબા ડેમની સપાટી 179.20 મીટર, ચોપડવાવડેમ ની સપાટી 178.90 મીટર નોંધાઇ છે. અને નર્મદા ગરુડેશ્વર નર્મદા નદીનું લેવલ 14.18 મીટર નોંધાયું છે.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )