રાજ્યમાં છેલ્લા ૫ વર્ષમાં ભ્રષ્ટાચારની ૪૦ હજાર ફરીયાદો મળી…!

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

તકેદારી આયોગને વિવિધ સરકરી વિભાગોમાં ભ્રષ્ટાચાર અંગેની છેલ્લા પાંચ વર્ષમાં ૪૦,૬૬૦ જેટલી ફરિયાદો મળી…

રાજ્યમાં ભ્રષ્ટાચાર કેટલો ચાલે છે તેનો નાદાર નમૂનો જોવા જેવો છે. ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્ય મંત્રીએ માહિતી આપી કે, તકેદારી આયોગને વિવિધ સરકરી વિભાગોમાં ભ્રષ્ટાચાર અંગેની છેલ્લા પાંચ વર્ષમાં ૪૦,૬૬૦ જેટલી ફરિયાદો મળી છે. તેમણે કહ્યું કે,ભ્રષ્ટાચાર નિર્મુલન માટે કાર્યરત તકેદારી આયોગ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ વિરૂધ્ધ મળેલી ફરિયાદોને આધારે ૨૦૧૩માં ૧૦૦૬, ૨૦૧૪માં ૭૨૨, ૨૦૧૫માં ૫૧૧, ૨૦૧૬માં ૪૯૮ અને ૨૦૧૭માં ૪૧૩ કિસ્સાઓમાં કસૂરવારો વિરૂધ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ અકીલા ધરવા ભલામણ કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, તકેદારી આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોને આધારે છેલ્લા પાંચ વર્ષમાં ૭૯૬ જેટલા કર્મચારીઓ / અધિકારીઓને જુદા જુદા પ્રકારની શિક્ષાઓ માટેના હુકમો કરવામાં આવ્યા છે. તકેદારી આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે ભ્રષ્ટાચારના કિસ્સાઓ અંગે તપાસ કરી તેને સાબીત કરવાનો દર ૨૫ ટકાથી વધીને ૩૪ ટકા થયો હોવાનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે છેલ્લા ૪ વર્ષમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા આરોપીઓની સંખ્યા ૩૭૧ હતી તે ૨૦૧૮માં ૭૨૯ થવા પામી છે. એટલે કે, ભ્રષ્ટાચાર આચરતા આરોપીઓને ઝડપી પાડવાના દરમાં ૯૬ ટકા જેટલો વધારો થયો છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )