ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ની સક્રિયતાના કારણે જળ સંચય અભિયાન હેઠળ માટીના ખોદાણથી ઐતિહાસિક તેનતળાવમાં પહેલા વરસાદે જ નવું પાણી ભરાયું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડભોઇ તાલુકાના તેનતળાવ ગામે ઐતિહાસિક અને દર્શનીય તેનતળાવ આવેલ છે. લગભગ ગોળાકાર એવું આ તળાવ કોતરણીવાડી પથરાની શિલાઓની રમણીય પાળ ધરાવે છે. અને ડભોઇની હીરાભાગોળનુ નિર્માણ કરનાર હિરા કડીયા અને દાસી તેનાના સ્મારક તરીકે ઇતિહાસની યાદ અપાવે છે.

આ તળાવ ઐતિહાસિક રીતે અને જળ ભંડારની રીતે બેવડી અગત્યતા ધરાવે છે. સન ૨૦૧૯-૨૦ ના સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ માર્ગ અને મકાન વિભાગે આ તળાવની ઊંડાઈ વધારવાનું કામ કર્યું છે. અંદાજે ૪૫ હજાર ઘન મીટર જેટલી માટીના ખોદકામને લીધે આ તળાવની જળ સંગ્રહ ક્ષમતા વધી છે. તળાવમાં વેલાઓનો ભરવો થવાથી ઘણું ઓછું પાણી ભરાતું માટીના ખોદાણથી વેલો નીકળી ગયા છે. પરિણામે શરૂઆતના થોડા વરસાદમાં જ તળાવ સારું એવું ભરાઈ ગયું છે.
યુવાન ગામ સરપંચ અલ્પેશભાઈ તડવી ઇતિહાસની આરસી જેવું ગામ તળાવ ઊંડું કરવા માટે અને તેનતળાવનો પ્રવાસન વિકાસમાં સમાવેશ કરવા માટે ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતાનો અને જીલ્લા પ્રશાસનનો આભાર માને છે. તેમનું કહેવું છે કે તળાવમાં પાણી ભરતા ભૂગર્ભ જળ ભંડાર વધશે, અને આ ઐતિહાસિક તળાવની સુધારણા તેમજ નવી સગવડો થી પ્રવાસન આધારિત વિકાસ અને રોજગારી વધશે.
ગામના માજી સરપંચ રમેશભાઈ તડવીએ કાપથી ભરાયેલું અને ઘણી ઓછી જળ ભંડારણ ક્ષમતા ઘરાવતું આ તળાવ ખોદાય તે માટે અણથક પ્રયાસો કર્યા હતા. પરંતુ આ તળાવ સંરશ્રીત ઈતિહાસ વારસો હોવાથી મંજૂરી મળી નહતી. તે વખતે જણાવ્યું કે, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાની સક્રિયતા અને સંકલ કુશળતાને લીધે પુરાતત્વ વિભાગથી જરૂરી મંજૂરી મળતા વર્ષો પછી તેનતળાવની ઊંડાઈ વધી છે. પ્રવાસન વિભાગમાં સત્વવેશથી તેનતળાવની સુંદરતા વધશે અને ગામના વિકાસનો વેગ વધશે.
આમ, જળ સંચય અભિયાન હેઠળ અમર પ્રેમની દાસ્તાન કહેતું તેનતળાવ વધુ દર્શનીય બનશે. ઈતિહાસ સાચવશે અને જળ ભંડારમાં અભિવૃધ્ધિ સહિત લગભગ ત્રેવડા લાભો આ ગામને મળશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )