પંચમહાલ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને કાલોલ તાલુકાના ખંડોળી ગામે રાત્રિ-સભા યોજાઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

– ગ્રામજનોએ કૃષિ, પશુપાલન, આરોગ્ય અને શિક્ષણ અંગેની યોજનાકીય માહિતી મેળવી
– વિવિધ યોજનાકીય લાભોનું અધિકારીઓના હસ્તે વિતરણપંચમહાલ જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને કાલોલ તાલુકાના ખંડોળી ગામે રાત્રિ-સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંબંધિત જિલ્લા અધિકારીઓ દ્વારા ગ્રામજનોને કૃષિ, પશુપાલન, આરોગ્ય, પાણી પુરવઠા અંગેની સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત ગ્રામજનોને પોતાના અને પોતાના બાળકોના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાની સલાહ આપી તે માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારીએ કૃષિ અને ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાઓ અને તેમનો લાભ કેવી રીતે લેવો તે બાબતમાં માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પશુપાલન નિયામકે ગ્રામજનોને પશુઓની કાળજી, તેમને થતા રોગો અને સારવાર તેમજ પશુઓ માટેની સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્યની વિવિધ યોજનાઓ મા અમૃતમ, મા વાત્સલ્ય, આયુષ્માન ભારત સહિત આરોગ્ય સેવાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓની કાળજી લેવા માટે સૂચનો કર્યા હતા. પાણી પુરવઠા અધિકારીએ ગ્રામજનોને હેન્ડપંપ રિપેરિંગ માટે કે પાણીને લગતી અન્ય ફરિયાદો માટેની હેલ્પલાઈન, મિની યોજના અને કૂવા રિચાર્જ કરવા વિષે માહિતી આપી હતી.
આ રાત્રિ-સભામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણ ગેસ કીટ, સગર્ભા બહેનોને પોષક આહાર કીટ, વિધવા સહાયના હુકમોનું વિતરણ ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )