અટલજી-મુશર્રફના શાસનમાં કાશ્મીર પ્રશ્ન હલ થવાની અણી ઉપર હતો : ઈમરાનનો મોટો ધડાકો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અટલજી-મુશર્રફના શાસનમાં કાશ્મીર પ્રશ્ન હલ થવાની અણી ઉપર હતો : ઈમરાનનો મોટો ધડાકો

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારના રોજ કહ્યું કે ભારત અને પાકિસ્તાન તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને સૈન્ય શાસક જનર પરવેઝ મુશર્રફના શાસન દરમ્યાન કાશ્મીર મુદ્દાને તબક્કાવાર રીતે ઉકેલ કરવાની ખૂબ જ નજીક હતા. ખાન એ પોતાના અમેરિકન કાર્યક્રમ દરમ્યાન એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. આની પહેલાં કાશ્મીર મુદ્દાને લઇ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતે રદ્દ કર્યું હતું. અકીલા અમેરિકન કોંગ્રેસની તરફથી યુએસ ઇન્સ્ટિટ્યુટ ઓફ પીસના એક કાર્યક્રમમાં ભાગ લેતા ઇમરાને કહ્યું કે ભારત અને પાકિસ્તાન વાજપેયીના સમયે કાશ્મીરના મુદ્દાને તબક્કાવાર રીતે હલ કરવાની ખૂબ જ નજીક આવી ગયા હતા. તેમણે જો કે હલ કરવા અંગે કંઇ પણ વિસ્તારથી બતાવા અંગે ના પાડી અને કહ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે. તેમણે એ વાત પર જોર આપ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિવાદનું મુખ્ય કારણ છે. પાક પીએમે કહ્યું કે પાકિસ્તાનની સર્વોચ્ચ પ્રાથમિકતા ભ્રષ્ટાચારને ખત્મ કરવાની અને મજબૂત સંસ્થાઓનું નિર્માણ કરવા સિવાય અમારા પાડોશીઓની સાથે સારા સંબંધ બનાવાની છે. તેમણે કહ્યું કે અમારા ક્ષેત્રમાં સ્થિરતા થવી જોઇએ. ખાને કહ્યું કે સતામાં આવ્યા બાદ તેમણે સૌથી પહેલાં ભારત સાથે સંપર્ક બનાવાની કોશિષ કરી. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જેની સાથે અમારા સંબંધ સારા રહ્યા નથી. દુર્ભાગ્યથી એક માત્ર કાશ્મીરના લીધે. જયારે પણ અમે કોશિષ કરી ત્યારે ભારતની સાથે સંબંધ યોગ્ય દિશામાં આગળ વધવાના શરૂ થયા કોઇ ઘટના ઘટી અને આ બધુ કાશ્મીરથી સંબંધિત છે અને અમે પાછા એ જગ્યા પર જ પહોંચી ગયા. ખાને કહ્યું કે પદભાર સંભાળ્યાના થોડાંક જ દિવસ બાદ તેમણે પોતાના ભારતીય સમકક્ષનો સંપર્ક કર્યો અને તેમને આશ્વાસન આપ્યું કે જો ભારત એક પગલું વધશે તો તેઓ બે પગલાં ભરશે. મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઇદ પર પ્રશ્નથી બચતા ખાને કહ્યું કે આ પાકિસ્તાનના હિતમાં છે કે અમે કોઇપણ સશસ્ત્ર આતંકવાદી ગ્રૂપને અમારા દેશમાં કામ કરવા ના દઈએ. ઉલ્લેખનીય છે કે હાફિઝ સઇદને તાજેતરમાં જ સાતમી વખત પકડીને જેલમાં નાંખ્યો છે. ઇમરાને કહ્યું કે પુલવામા હુમલામાં પાકિસ્તાનનું નામ એટલા માટે આવ્યું કે કારણ કે એક ગ્રૂપ (જૈશ એ મોહમ્મદ) જે તેમના દેશ અને કાશ્મીરમાં આધારિત છે તેણે હુમલાની જવાબદારી લીધી હતી. અમેરિકાના ત્રણ દિવસના સતાવાર પ્રવાસ પર આવેલા ખાન એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સોમવારના રોજ વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની વચ્ચે સામ-સામે પહેલી વખત વાતચીત થઇ હતી. તેમણે બેઠકને ખૂબ સફળ ગણાવી તેનાથી દ્વિપક્ષીય સંબંધોને ફરીથી પાટા પર ચડાવવામાં મદદ મળી. ઈમરાન ખાને દાવો કર્યો કે તેમના શાસનકાળમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં પોતાની દાયકા જૂની નીતિ છોડી દીધી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં ભારતીય પ્રભાવ હોવા પર પાકિસ્તાનને બંને તરફથી ખતરાનો સામનો કરવો પડશે. ખાને કહ્યું કે અમે માનીએ છીએ કે અમે અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા માંગતા નથી. હવે મોટું અંતર આવ્યું છે. અમારી એક નવી સોચ ઉભરી આવી તેવો આ પૂર્વે ભય સેવાતો રહ્યો છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )