બહેનોનું કલ્પાંત…………..‘ક્યાં ખબર હતી કે, આરીફે આપેલી છેલ્લી ઈદી હશે’

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પાકિસ્તાન સરહદે દેશની રક્ષા કાજે શહીદ થયેલા મહંમદ આરીફના નશ્વરદેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી હજારોની સંખ્યામાં લોકોએ રેલી સ્વરૂપે જોડાયા હતા. વડોદરામાં આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને રસ્તામાં વીર શહીદ આરીફના નારા લાગ્યા હતા.
આજે આરીફના નશ્વરદેહને તેના નવાયાર્ડ સ્થિત ઘર પર અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. બપોરે 2 વાગ્યે સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ વીર શહીદની અંતિમ યાત્રા નીકળશે અને ત્યારબાદ દફનવિધિ કરવામાં આવશે.
શહીદ આરીફનો મૃતદેહ વડોદરા આવતાં પરિવારજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. પોતાના વ્હાલસોયા દીકરાને યાદ કરતાં તેમની માતાએ જણાવ્યું હતું કે, રમઝાનના બે-ત્રણ દિવસ પહેલાં જ તે વડોદરા આવ્યોં હતો. ત્યારે જતી વખતે જ મેં તેને કહ્યું હતું કે, લલ્લાં મને બહું ડર લાગે છે, ત્યાં તો આવાં હુમલાઓ થતાં જ હોય છે.
ત્યારે તેણે કહ્યું હતું કે, ચિંતા ન કર મા, દેશ માટે શહીદ થાયે તે સીધો જન્નતી થઈ જાય છે. અને મારાં જેવાં હજારો દીકરાઓ પોતાના માતા અને પરિવાર છોડીને ભારત માતાની રક્ષા કરવા ત્યાં હાજર છે એટલે જ તું અહીં સુરક્ષિત બેઠી છે.
આરીફે આટલી ગરમીમાં પણ બધાં જ રોઝા ર્ક્યાં હતા. અને છેલ્લી વખતે તે જતી વખતે સાથે જાનમાઝ( નમાઢ પઢવાની ચાદર) લઈને ગયો હતો. બે ત્રણ દિવસ પહેલાં તેને વિડિયો કોલ પણ કર્યો હતો. અને સાંધાંના દુઃખાવાની દવા લઈ આવવાનું કહ્યું હતું.
પોતાના વ્હાલાં ભાઈ આરીફના અંતિમ શબ્દો યાદ કરતાં તેમની બહેને જણાવ્યું હતું કે, આરીફ તેની બહેનો અને ભાણા અને ભાણીયાઓને ખૂબ પ્રેમ કરતો હતો. રમઝાનના પહેલાં-પહેલાં તે અમને દસ હજાર રૂપિયા ઈદી પણ આપીને ગયો હતો. પરંતુ અમને ક્યાં ખબર હતી કે આ આરીફે આપેલી છેલ્લી ઈદી હશે.
આરીફને બાળપણથી જ દેશ માટે કંઈ કરવાનું જુનન હતું. તે સવારે જાતે દુધ ગરમ કરીને પી લેતો અને દોડવા નીકળી જતો. મારાં માસીના દીકરાઓએ પણ તેની સાથે આર્મીની પરીક્ષા આપી હતી, પરંતુ તે બધાં રિજેક્ટ થતાં પાછાં આવી ગયાં હતા. પરંતુ મારો ભાઈ પ્રથમવારમાં જ આર્મીમાં પસંદગી પામ્યો હતો

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )