વિપક્ષના ભારે હંગામા વચ્ચે લોકસભામાં માહિતી અધિકાર સંશોધન બિલ 2019ને આખરે મંજૂરી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વિપક્ષના ભારે હંગામા વચ્ચે લોકસભામાં માહિતી અધિકાર સંશોધન બિલ 2019ને આખરે મંજૂરી

આકરો વિરોધ કરતા કોંગ્રેસ અને ટીએમસીએ સદનમાંથી વૉક આઉટ કર્યો

દિલ્હીઃ લોકસભામાં માહિતી અધિકાર સંશોધન બિલ 2019 રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષ દ્વારા ભારે હંગામો મચાવવામાં આાવ્યો હતો. દિવસભર ચાલેલ કાર્યવાહી અકિલા બાદ સદનમાં આ બિલને મંજૂરી મળી ગઈ છે અને આખરે વિપક્ષના વિરોધ વચ્ચે બિલ પાસ થઈ ગયું છે. વિપક્ષે આ બિલ માટે આકરો વિરોધ કરતા કોંગ્રેસ અને ટીએમસીએ સદનમાંથી વૉક આઉટ કર્યું હતું. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ સંશોધન બિલનો વિરોધ કર્યો છે. કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે RTI કાનૂનમાં સંશોધનનો નિર્ણય એક ખરાબ પગલું છે. જે કેન્દ્રીય અને રાજ્યોના સૂચના આયોગોની સ્વતંત્રતા સમાપ્ત કરી દેશે, જે આરટીઆઈ માટે યોગ્ય નહિ હોય. સદનમાં થયેલ ચર્ચા દરમિયાન સરકારે કહ્યું કે યૂપીએ સરકારના પહેલા કાર્યકાળમાં RTI અધિનિયમ ઉતાવળે બનાવી લેવામાં આવ્યો હતો. આના માટે ન તો નિયમાવલી બનાવવામાં આવી કે ન તો અધિનિયમમાં ભવિષ્યમાં નિયમ બનાવવાના અધિકાર રાખવામાં આવ્યા. માટે હાલના સંશોધન બિલ દ્વારા સરકારને કાનૂન બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )