સંખેડાની સબ ટ્રેઝરી બોડેલી સ્થળાંતરીત કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા સંખેડા અચોક્કસ મુદત માટે બંધ : સંખેડામાં બંધ ને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો જ્યારે બીજા ગામોમાં બંધની નહિવત અસર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંખેડાની સબ ટ્રેઝરી બોડેલી સ્થળાંતરીત કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા સંખેડા અચોક્કસ મુદત માટે બંધ : સંખેડામાં બંધ ને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો જ્યારે બીજા ગામોમાં બંધની નહિવત અસર.

સંખેડા ખાતેની સબટ્રેઝરી કાર્યરત રાખવા અને બોડેલી તાલુકામાં નવિન સબટ્રેઝરી આપવા માટેની પણ રજુઆત કરાઇ હતી.આ બાબતે સંખેડા મામલતદારને સંખેડા તાલુકાના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું.આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યો હતા અને બંધ નું એલાન પણ કરાયું હતું.આવેદન આપ્યા બાદ પણ કોઈ પણ પ્રકારનો વહીવટી તંત્ર તરફથી કોઈ પણ જાત નો પ્રતિસાદ ન મળતા આજથી અચોક્કસ મુદત માટે સંખેડા સ્વયંભૂ બંધ પાડ્યો હતો.
આ માટેના આવેદનપત્રમાં જણાવાયા મુજબ સંખેડા ખાતે વરસોથી સબટ્રેઝરી કાર્તરત હતી.જેને બોડેલી નવિન તાલુકો બનતા વરસ 2016માં બોડેલી સ્થળાંતરીત કરવાનો આદેશ કરાયો હતો.
જે નિર્ણય સંખેડા તાલુકાને અન્યાય કર્તા હતો.સંખેડા તાલુકામાં 1200થી વધુ પેંશંર્સ છે.જ્યારે બોડેલી તાલુકામાં આશરે 200 જ પેંશંર્સ છે.સંખેડામાં નોટરી પાંચ છે.બોડેલીમાં ફક્ત એક જ નોટરી છે.સંખેડામાં ચાર સ્ટેમ્પ વેંડર છે.જ્યારે બોડેલીમાં બે જ સ્ટેમ્પ વેંડર છે.જિલ્લાના છેવાડે સંખેડા તાલુકો છે.આમ,સરકારનો સંખેડાની સબટ્રેઝરીને બોડેલી સ્થળાંતરીત કરવાનો નિર્ણય સંખેડા તાલુકાને સમ્પૂર્ણ રીતે અન્યાય કર્તા છે.
આ બાબતે સંખેડા તાલુકાના રાજકિય આગેવાનો ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી,તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઇ દેસાઇ તેમજ માજી સાંસદ રામસિંહ રાઠવા દ્વારા પણ અવાર-નવાર સરકારમાં રજુઆત કરાઇ હતી.કે બોડેલી નવિન તાલુકો હોઇ ત્યાં નવિન સબટ્રેઝરી કચેરી ફાળવવી તેમજ સંખેડાની સબટ્રેઝરી સંખેડા ખાતે જ રહેવા દેવી.પણ આ રજુઆતોને નજરઅંદાજ કરીને સંખેડાને અન્યાય થાય એવો નિર્ણય કરાયો છે.
જોકે આ બાબતે કોઈપણ પ્રકારનો નિર્ણય ન થતા સંખેડા ગામ અને તાલુકાને અચોક્કસ મુદત માટે બંધ રાખવામાં આવ્યું હતું.
આ બંધ શાંતિ પૂર્ણ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ખડે પગે સેવાઓ આપી રહ્યું છે.
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )