પ્રિયંકા ગાંધીના અક્કડ વલણ સામે ઝૂકી યોગી સરકાર, સોનભદ્ર પીડિતો સાથે કરી મુલાકાત

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઉત્તરપ્રદેશના સોનભદ્રની નરસંહાર ઘટનાના પીડિતોથી મળવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી છેલ્લા 24 કલાકથી ધરણા પર હતા. જોકે પ્રિયંકા ગાંધીના આ અક્કડ વલણ સામે યુપીની યોગી આદિત્યનાથ સરકાર દબાણમાં દેખાઈ અને આખરે પ્રિયંકા ગાધીના આગળ રાજ્ય સરકારને ઝૂકવું પડ્યું.
રાજ્ય સરકારે પીડિત પરિવારોની અમુક મહિલા સાથે પ્રિયંકા ગાંધીની મુલાકાતને મંજૂરી આપી. ત્યાર બાદ પીડિત ગોંડ પરિવારની મહિલાઓ સાથે પ્રિયંકા ગાંધીએ મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન પ્રિયંકા ઘણી વખત ભાવુક દેખાયા. આપને જણાવી દઈએ કે શુક્રવારે પ્રિયંકા ગાંધીએ સોનભદ્ર નરસંહારમાં પીડિતોને મળવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ મુસાફરી દરમિયાન માર્ગ વચ્ચે જ તેમની અટકાયત કરવામાં આવી અને પછી મિર્ઝાપુર જિલ્લાના ચુનાર ગેસ્ટહાઉસમાં લઈ જવામાં આવ્યા.

આ ગેસ્ટહાઉસમાં રાતભર યુપી સરકારના મોટા-મોટા અધિકારીઓ આવ્યા અને પ્રિયંકાને મનાવવાની કોશિશ કરવા લાગ્યા કે તે સોનભદ્ર જવાની હઠ છોડી દે. પંરતુ પ્રિયંકા ગાંધી તેમની વાત પર અડિગ રહ્યા અને પીડિતોને મળવા માટે યુપી સરકારને કહેતા રહ્યા. પ્રિયંકાએ કહ્યું કે તે કલમ 144નું ઉલ્લંઘન કરવા નથી માંગતા. તેથી તેમને પીડિતો સાથે મુલાકાત કરવા પ્રશાસન રોકે નહીં. પ્રિયંકા ગાંધી આ રીતે મુલાકાત કરી સંદેશ આપવા માંગે છે કે કોંગ્રેસ પાર્ટી પીડિતોની સાથે છે. ઉપરાંત તેમને કાયદા-વ્યવસ્થા મુદ્દે યોગી સરકારને આકરા પ્રહાર કરવાની તક પણ મળી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )