સંન્યાસનાં દબાવની વચ્ચે કપિલ દેવે ધોનીને કર્યો મેસેજ, જણાવ્યું આવા સમયે શું કરવું જોઇએ…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ધોની ક્યારે સંન્યાસ લેશે તે પ્રશ્ન અત્યારે સૌથી વધારે ચાલી રહ્યો છે. જ્યારથી વર્લ્ડ કપ પૂર્ણ થયો છે ત્યારથી ધોનીનાં સંન્યાસને લઇને અનેક વાતો સામે આવી રહી છે. ઘણા જાણીતા ક્રિકેટર્સ પણ ધોનીનાં સંન્યાસની માંગ કરી રહ્યા છે. જો કે ભારતને પોતાનો પહેલો વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવનું કંઇક અલગ જ માનવું છે. તેમના જણાવ્યા પ્રમાણે ધોનીની અંદર હજુ પણ ક્રિકેટ બાકી છે અને તેણે અત્યારે સંન્યાસ ના લેવો જોઇએ, કેમકે અત્યારે ટીમ ઇન્ડિયાને તેની જરૂર છે. એક વાત-ચીતમાં કપિલ દેવે કહ્યું છે કે તેમણે ધોનીને સંન્યાસ ના લેવાની અપીલ કરી છે.

દોસ્તની પાસેથી નંબર લઇને ધોનીને કર્યો મેસેજ

કપિલ દેવે ખુલાસો કર્યો છે કે ધોનીનાં સંન્યાસનાં સમાચારોની વચ્ચે તેમણે ધોનીને મેસજ કર્યો. કપિલ દેવે જણાવ્યું કે, “હું લંડનમાં એક હૉટલમાં રોકાયો હતો. ત્યાં કૉફી લાઉન્જમાં મારા દોસ્તને પુછ્યું કે ધોનીનો કોઈ નંબર છે? હું ફોન નહીં કરું, પરંતુ મે મેસેજ મોકલ્યો. તારે રિટાયર ના થવું જોઇએ, મગજને ગરમ ના થવા દો. આ એક પૂર્વ ક્રિકેટર તરીકે સંદેશ છે. જ્યારે મને 1984-85માં ઈડન ગાર્ડન ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે બહાર કરી દેવામાં આવ્યો હતો, ત્યારે હું પણ ગુસ્સામાં રિટાયર થવા માંગતો હતો.”

ધોનીને સંન્યાસ વિશે પુછવું એ એક દિગ્ગજનું અપમાન

કપિલ દેવને પુછવામાં આવ્યું કે, સાંભળ્યું છે કે પસંદગીકારો ધોની સાથે વાત કરશે. આના પર તેમણે કહ્યું કે, “પહેલી ટેસ્ટ અથવા વન ડે રમાડતા પહેલા શું ધોનીને પુછવામાં આવ્યું હતુ કે તેને તક મળશે કે નહીં? તો હવે તેને એ શું કામ પુછવામાં આવવું જોઇએ કે તુ રિટાયર થઇશ? આ એક દિગ્ગજ ક્રિકેટર માટે શરમની વાત છે. હું મારું અપમાન શબ્દોમાં નથી કહી રહ્યો, પરંતુ મારા માટે આ સ્વીકારવું મુશ્કેલ છે. ધોની સાથે વાત કરવાનો મતલબ છે કે તેને પુછવું કે તું ક્યારે જઇશ? મારો પ્રશ્ન એ છે કે ભારતીય ટીમ ફાઇનલમાં ના પહોંચી તેનું કારણ શું ફક્ત ધોની છે?”

ધોનીએ ઇચ્છ્યું હોત તો 100 ટેસ્ટ રમી શક્યો હોત

કપિલ દેવે વધુમાં કહ્યું કે, “ધોનીએ ખુદ ટેસ્ટ ક્રિકેટ રમવાનું છોડી દીધું. જો તે વધારે 10 ટેસ્ટ રમવા ઇચ્છતો હોત તો રમી શકતો હતો. 5 પસંદગીકારો ધોનીનું ભવિષ્ય નક્કી કરશે, તેને ના સ્વીકારી શકાય. જ્યારે પણ સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર જેવા ખેલાડીઓ રિટાયર થાય છે તો તે જ નક્કી કરે છે. હું ધોનીને કહીશ, પાણી પીઓ, ઠંડા રહો, એકલા વિચારો અને પછી નિર્ણય લો.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )