અભિનંદન……..‘‘પરમાર્થી’’ હિમા દાસે જીત્યો ચોથો ગોલ્ડ મેડલ…..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભારતની યુવા સ્પ્રિંટર હિમા દાસ એ યૂરોપ મુલાકાત પ્રસંગે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. તેમણે ત્રણ અઠવાડીયાની અંદર ચોથુ ગોલ્ડ મેડલ જીતી લીધું છે. હિમાએ ચેક ગણરાજ્યમાં ચાલી રહેલ ટાબોર એથલેટિક્સ મીટ માં 200 મીટરમાં ગોલ્ડ કબ્જે કર્યું છે. તેમણે બુધવારે યોજાયેલી રેસ 23.25 સેક્ધડમાં પુર્ણ કરી. ભારતની જ વી.કે વિસ્મયા 23.43 સેક્ધડનાં સમય સાથે બીજા નંબર પર રહી હતી.
19 વર્ષની હિમા હાલ યુરોપ ટુર પર છે. તેણે બુધવારે જીત બાદ ટ્વીટ કર્યું કે, આજે 200 મીટરમાં ફરી એક ગોલ્ડ જીતી અને ટાબોરમાં મારો સમય સુધારીને 23.25 સેક્ધડ કર્યો. હિમા આ અગાઉ 2 જુલાઇને વર્ષની પોતાની પહેલી સ્પર્ધા 200 મીટર રેસમાં 23.65 સેક્ધડના સમયમાં ગોલ્ડ જીત્યું હતું. આ રેસ પોલેન્ડમાં યોજાયેલ પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સની હતી. ત્યાર બાદ તેમણે આઠ જુલાઇને પોલેન્ડમાં યોજાયેલ કુંટો એથલેટિક્સ ટુર્નામેન્ટ અને પછી ચેક ગણરાજ્યમાં ક્લાંદો મેમોરિયલ એથલેટિક્સ મીટમાં 200 મીટરની રેસમાં ગોલ્ડ જીત્યું હતું. હિમા દાસ ભલે યુરોપમાં ગોલ્ડ જીતી રહી હોય, પરંતુ તેનું ધ્યાન આસામમાં થઇ રહેલા વરસાદ પર જ છે. અસમમાં હાલનાં દિવસોમાં પુરથી પ્રભાવિત છે. હિમાએ પુરની ઝપટે ચડેલા પોતાનાં પ્રદેશને બચાવવા માટે લોકોને મુખ્યમંત્રી રાહત કોષમાં યોગદાન આપવાની અપીલ પણ કરી. તેમણે ટ્વીટ કર્યું, અમારા પ્રદેશ અસમમાં પુરથી સ્થિતી ખુબ જ નાજુક છે. 22માંથી 30 જિલ્લા પ્રભાવિત છે. માટે મોટા કોર્પોરેટ સ્થળ અને લોકોને અપીલ કરવા માંગુ છું કે અમારા રાજ્યની આ મુશ્કેલ સ્થિતીમાં મદદ કરો.
એક સમયે ફુટબોલર બનવાનું સપનું જોનાર હિમા દાસે જણાવ્યું કે, પોતે મુખ્યમંત્રી રાહત કોષમાં યોગદાન આપ્યું છે. સમાચારો અનુસાર હિમાએ ઇન્ડિયન ઓઇલ ફાઉન્ડેશનમાંથી મળતો અડધો પગાર રાહત કોષમાં આપ્યો છે. હિમા દાસ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન છે. તેમણે આ વર્ષે એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પણ જીત્યા હતા.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )