છોટાઉદેપુર એસ ટી ડેપોનું શૌચાલય બંધ કરી દેતા મુશ્કેલી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અજય જાની છોટાઉદેપુર દ્વારા………….છોટાઉદેપુર એસ ટી ડેપોનું શૌચાલય બંધ કરી દેતા મુશ્કેલી.

છોટાઉદેપુર એસ ટી ડેપોમાં આવેલ શૌચાલય તા 18 થી એકાએક બંધ કરી દેતા મુસાફરો અને જાહેર જનતાને ભારે મુશ્કેલી સહન કરવાનો સમય આવી ગયો છે કારણકે આસપાસના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પણ કોઈ શૌચાલય નહિ બનાવતા પ્રજાને ભારે મુશ્કેલી પડી રહી છે .આ અંગે છોટાઉદેપુર એસ ટી ડેપો મેનેજર એ એચ ચૌહાણ નો ફોન ઉપર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે એસ ટી ડેપો શૌચાલયની પાઇપ લાઇન નું અને નગરપાલિકા પાઇપ લાઇન નું કામ ચાલતું હોય શૌચાલય બંધ રાખવામાં આવ્યું છે .શૌચાલય બંધ રહેતા સૌથી મોટી મુશ્કેલી મહિલાઓ ને પડી રહી છે અન્ય વ્યક્તિઓ ખુલ્લી જગ્યામાં જતી હતી એ યોગ્ય પણ લાગતું ન હતું.આવનાર દિવસોમાં 15 મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ છોટાઉદેપુર થનાર છે અને નગરની માધ્યમાં માત્ર એક એસ એન કોલેજનું ગ્રાઉન્ડ છે તેમાં એસ ટી ડેપોનું પાણી જતું હતું આ ગ્રાઉન્ડ માં વિવિધ કાર્યક્રમો થનાર છે જેને લઈ આ પાઇપલાઇન નાખવાનું કામ ચાલે છે .

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )