ત્રાસવાદને પંપાળવા જ પૈસા વાપર્યે રાખ્યા…. હવે ભોગવે પ્રજા પાકિસ્તાનમાં બેકાબુ મોંઘવારી……

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઘઉંનું ઉત્પાદન તળિયેઃ ૧ રોટલીની કિંમત ૨૦ થી ૩૦ રૂ. થઇ ગઇ સરકારે ઘઉં અને લોટની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો

ઈસ્લામાબાદ, તા.૧૯: કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાનમાં લોકો મોંદ્યવારીના ડામ સહન કરવા મજબૂર છે. ઘઉં અને લોટના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ ન બગડે તે માટે ઈમરાન સરકારને ઘઉં અને લોટની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત પાકિસ્તાને સંગ્રહખોરી કરનારા સામે દેશભરમાં અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનમાં આ વખતે ઘઉંનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીમાં ઓછું થયું છે. જેના કારણે લોટના જથ્થામાં પણ ગત વર્ષની સરખામણીમાં ૩૩ ટકાનો દ્યટાડો થયો છે. ઘઉંમાંથી બનતા ઉત્પાદનોને નિયંત્રિત કરવા માટે ઈમરાન સરકાર રાજય સરકારો સાથે મળીને નેશનલ પ્રાઈસ મોનિટરિંગ કમિટીની બેઠક બોલાવવા પર વિચાર કરી રહી છે. પાકિસ્તાનના મોટાભાગના ભાગોમાં એક રોટલીની કિંમત ૨૦થી ૩૦ રૂપિયા થઈ ચૂકી છે. જો આવી જ સ્થિતિ રહી તો પાકિસ્તાનની મોટાભાગની પ્રજાએ રોટલી ખાવાનું છોડી દેવું પડશે. ઘઉં અને લોટની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય ઈમરાન કેબિનેટની ઈકોનોમિક કો-ઓર્ડિનશન કમિટી (ECC)ની બુધવારની બેઠકમાં લેવાયો. બેઠકની કનિદૈ લાકિઅ અધ્યક્ષતા પીએમ ઈમરાન ખાનના નાણાકીય સલાહકાર અબ્દુલ હાફિઝ શેખે કરી. બેઠકમાં દેશભરમાં ઘઉંની કિંમતની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )