રાજપીપલા કોવીદ હોસ્પિટલ મા દાખલ થયેલ પોઝિટિવ દર્દી યોગીરાજ ગોહિલનુ મોત

Spread the love

રાજપીપલા કોવીદ ના અત્યાર સુધીમા કોવીદમા દાખલ થયેલ ત્રણ ના મોત

કોવીદ દ્વારા સત્તાવાર મોતના સાચા આંકડા જાહેર કરવા મા આરોગ્ય તંત્રના અખાડા સામે રોષ

રાજપીપલા તા 27

રાજપીપલા કોવીદમા ગઈકાલે આવેલ પોઝિટિવ રિપોર્ટ મા રાજપીપલા એમ વી રોડ ના રહેવાસી યોગીરાજસિંહ રતનસિંહ ગોહિલ (ઉ વ 63,)નુ ગઈ કાલે જ કોવીદમા જ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ .છતા કોવીદ દ્વારા સત્તાવાર મોતમા નર્મદામા ગણતરી કરવા મા આવેલ નથી એજ પ્રમાણે માલીવાડ રાજપીપલા ના રહીશ સનત કુમારમાલીપોઝિટિવ દર્દી નુ પણ કોવીદમા ગઈ કાલે મોત નીપજ્યુ હતુ છતા પણ આ બન્નેના કોવીદ રાજપીપલા મા જ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હોવા છતા કોવીદ ના સત્તાવાર મૃત્યુ આંક મા ગણેલ નથી સત્તાવાર અગાઉના એક જ મોત નો આંકડો બતાવતા ચર્ચાનો વિષય બન્યો છે
આ બાબતે અમારા પ્રતિનિધિએ એપેડેમીક
ઓફિસર ડો કશ્યપ સાથે ટેલિફોન પર વાત કરાતાઅને બંને મા કોવીદ મા મોત થયાની પુષ્ટિ કરાતા જણાવ્યુ હતુ કે મારી પાસે જે રિપોર્ટ આવે છે તેની અમે જાહેરાત કરીએ છીએ .મને આ બે મોતની માહિતી આપેલ નથી આ બાબતે સિવિલ સર્જન સાચી માહિતી આપી શકે . એમ જણાવતા અમારા પ્રતિનિધિએ સિવિલ સર્જન ડો .જ્યોતિબેન ગુપ્તા નો ટેલિફોન પર સંપર્ક કરાતા તેમણે પણ મૃત્યુ ની પુષ્ટિ કરી હતી અને જણાવ્યુ હતુ કે અમે અહીથી રિપોર્ટ મોકલી દઈએ છીએ પણ ઉપરની સરકાર ની ગાઈડ લાઇન પ્રમાણે મોત ના આંકડા ની માહિતી કાઢી નાંખે છે અમે શુ કરીએ ? કદાચ તેમને કોઈ બીજી બીમારી છે કે નહી તે ચેક કરવુ પડે આ અંગે અમારા પ્રતિનિધિને સનત માલી ના સગાવહાલા રાજુભાઈ માલીએ જણાવ્યુ હતુ કે મારા કાકા ને ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી નહોતી કોવીદ મા સારવાર દરમ્યાન તેમનુ મોત નીપજ્યુ હતુ .આમ નર્મદા મા કોરોના ની સત્તાવાર મૃત્યુ ના આંકડા જાહેર કરવા મા આરોગ્ય તંત્રના નનૈયો સામે નગરજનોમા અનેક સવાલો ઉઠવા પામ્યા છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )