ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય છોટુ વસાવા સામે કરેલ સીધા આક્ષેપ જો સાચા હોય તો જાહેરમાં ચર્ચા કરવા કેમ ન આવ્યા ? સાંસદ મનસુખ વસાવાએ કરેલ તીવ્ર પ્રહાર…..

Spread the love

સાંસદ મનસુખ વસાવા અને બીટીપી નાં ધારાસભ્ય છોટુ વસાવા વચ્ચે ચાલતો વિવાદ આજે વધુ ધેરો બન્યો હતો કેમ કે ધારાસભ્ય છોટુ વસાવાએ જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર કર્યો હતો તે સાથે મનસુખ વસાવાએ આ પડકારનો સ્વીકાર કરી તા.27-7-2020 નાં રોજ ધારાસભ્ય છોટુ વસાવા જયાં કે ત્યાં આવવા તૈયારી બતાવી હતી પરંતુ તા.27-7-2020 નાં રોજ બીટીપી નાં ધારાસભ્ય જાહેરમાં ચર્ચા કરવા ન આવતા સાંસદ મનસુખ વસાવાએ કટાક્ષ કર્યો હતો કે જો સાચા હોત તો ચર્ચા કરવા જાહેરમાં કેમ ન આવ્યા. આજે તા.27-7-2020 નાં રોજ છોટુ વસાવાએ લખેલ પત્રનો ઉલ્લેખ કરી સાંસદ મનસુખ વસાવાએ કલેકટર કચેરીનાં પટાંગણમાં જણાવ્યુ હતું કે ગેરકાયદેસર જમીન પર કબ્જો કરવો એ કયાં સુધી યોગ્ય છે ? નર્મદા વિસ્થાપિઠો માટે ફાળવવામાં આવેલ જમીન પચાવી પાડવામાં આવેલ છે. તેમજ વિવિધ તાલુકાનાં સંખ્યાબંધ ગામોમાં ગેરકાયદેસર ખનનનું કામ પણ કરવામાં આવ્યું છે. જે અંગે ખાણખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેના પર પણ સાંસદ મનસુખ વસાવાએ આકરા સરસંધાન કર્યા હતા. આદિવાસી હિતની જાળવણી માટે શીડયુલ 5 ની અમલવારી ધારાસભ્ય છોટુ વસાવાએ પહેલા કરી એમ પણ સાંસદે જણાવ્યુ હતું. વધુમાં ભૂતકાળમાં આજ છોટુ વસાવા સાથે સારા અને જનહિતનાં કાર્ય કરનાર કાર્યકરો હતા પરંતુ તેઓ એક એક કરી છોટુભાઈને છોડી ગયા તે અંગે છોટુભાઈએ ખુદ વિચાર કરવો જોઈએ. શાંતિ સાથે વિકાસની વાત પણ તેમણે કરી અને સાથે તેમણે એ પણ કહ્યું કે કાયદો હાથમાં લેનારને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. સરકારી જમીનો તેમજ ખાનગી વ્યક્તિની માલિકીની જમીનો કાવાદાવાથી પચાવી લેવામાં આવી છે. આ અંગે તેમણે સાંસદ વસાવાએ મોવી અને અન્ય ગામોનાં ઉદાહરણ આપ્યા હતા.

રિપોર્ટર:સૈફ અલી ભટ્ટી-વાગરા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )