કુલભૂષણના કેસમાં ભારતને થયો માત્ર 1 રૂપિયો ખર્ચ, પાકિસ્તાને ફૂંકી માર્યા અધધ……. 20 કરોડ રૂપિયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વે એ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડવા માટે ફી લીધા વગર માત્ર એક રૂપિયો લીધો છે. જ્યારે પાકિસ્તાને જાધવને જાસૂસ સાબિત કરવા માટે પોતાના વકીલ પાછળ 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 15 મે 2017ના રોજ એક ટ્વીટમાં એ માહિતી આપી હતી કે હરીશ સાલ્વે એ જાધવનો કેસ લડવા માટે એક રૂપિયો લીધો છે.
તો બીજીબાજુ પાકિસ્તાન સરકારે ગયા વર્ષે દેશની સંસદ નેશનલ એસેમ્બલીમાં બજેટ દસ્તાવેજ રજૂ કર્યો જેમાં કહ્યું કે ધ હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ (આઇસીજે)માં જાધવનો કેસ લડનાર વકીલ ખાવર કુરૈશીને 20 કરોડ રૂપિયા આપ્યા છે. કેમબ્રીજ યુનિવર્સિટીમાંથી કાયદમાં સ્નાતક થયેલા કુરૈશી આઇસીજેમાં કેસ લડનાર સૌથી નાની ઉંમરના વકીલ પણ છે.
ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાને જાધવ કેસ પર આટલી મોટી રકમ ખર્ચ કરવા પર સરકારને પણ ટીકાનો સામનો કરવો પડ્યો છે. 2016ના પાકિસ્તાનના બજેટમાં અગ્નિ સુરક્ષા માટે 18.3 કરોડ, જેલ પ્રશાસન માટે 3.8 કરોડ અને જાહેર સુરક્ષા, સર્ચિ અને વિકાસ માટે 3.1 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.
મીડિયા રિપોર્ટના મતે હરીશ સ્લાવેની એક દિવસની ફી અંદાજે 30 લાખ રૂપિયા છે. પરંતુ જાધવનો કેસ તેઓ માત્ર એક રૂપિયામાં લડ્યા. તેઓ 1999 થી 2002 સુધી દેશના સૉલિસિટર જનરલ રહી ચૂકયા છે. તેમના પિતા એનકેપી સાલ્વે પૂર્વ કોંગ્રેસ સાંસદ અને ક્રિકેટ પ્રશાસક હતા. એપ્રિલ 2012મા તેમનું નિધન થઇ ગયું હતું

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )