અલ્પેશ ઠાકોરના ભાજપમાં પ્રવેશને નડ્યુંં વધુ એક ગ્રહણ, હવે ઉભુ થયું નવુ વિધ્ન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોર ભાજપમાં પ્રવેશ આપવાની સામે ગુજરાતમાં વસતા પરપ્રાંતીઓમાં ભારે રોષ ભભૂક્યો છે. શ્રમિકોના યુનિયનો પછી ઉત્તર ભારતીય વિકાસ પરિષદે પણ ભાજપને મત નહી આપવાની ચિમકી ઉચ્ચરી છે.

ગુજરાતમાં સિલસિલાબંધ પરપ્રાંતિયો પર હુમલાની ઘટનામાં જે ભાજપના નેતાઓ અલ્પેશને દોષી કહેતા હતા તે જ નેતાઓ ગુરૂવારે કમલમ્માં કોંગ્રેસમાંથી પેરાશુટ ઉતારી, કેસરી ખેસ પહેરાવીને પવિત્ર કરવાના છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ શ્યામસિંઘે કહ્યુ કે ”ગુજરાતમાં ભાજપ ઉપર અમને વિશ્વાસ હતો, એ જ ભાજપ ગરીબ, મજદૂર હિન્દીભાષીઓને મારી મારીને બહાર ભગાડનારાને ગંગાજળ છાંટી આરોપ ધોઈ આપે તેનાથી લાગણી દુભાઈ છે, હવે અમે ભાજપને મત નહી આપીએ. અમારા વતનમાં પણ ભાજપ સામે અભિયાન ચલાવીશુ”

‘રાષ્ટ્રીય નેતા’ને પોંખવા CM પણ હાજર નહીં રહે : કોંગ્રેસના ધારાસભ્યપદે રહેતા અલ્પેશ પોતાને રાષ્ટ્રીય નેતા ગણાવતો, રાહુલ ગાંધી આવે તો મને મળે અને હુ રાષ્ટ્રીય નેતા સિવાય કોઈની સાથે વાત પણ ન કરું એવી શેખી મારતો હતો. હવે ભાજપમાં પોંખાવા જઈ રહ્યો છે ત્યારે આ સ્વઘોષિત ‘રાષ્ટ્રીય નેતા’ને સેલ્ફીનો પોઝ આપવા મુખ્યમંત્રી પણ હાજર રહેવાના નથી. ગુરૂવારે દિવસભર તેઓ દિલ્હીમાં છે અને અલ્પેશને માત્ર જીતુ વાઘાણીથી સંતોષ માનવો પડશે

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )