ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પર આફરીન……..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પર આફરીન
મોહનસિંહ રાઠવા પાસેથી જુનિયર ધારાસભ્યો એ ઘણું બધું શીખવા જેવું છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ મંગળવારે આદિજાતિ વિકાસ વિભાગની ચર્ચા માં મુદ્દાસર સવાલો ઉપસ્થિત કરીને ઠંડે કલેજે સરકારના આદિવાસીઓ નું ભલું કરવાના દાવાઓ ની પોળ ખોલી નાખી હતી.સતત 10 ટર્મ થી છોટાઉદેપુર/પાવી જેતપુર બેઠક પરથી ચૂંટાઈને ધારાસભ્ય બનતા મોહનસિંહ રાઠવાની પ્રશ્નો પૂછવાની સ્ટાઇલ પર ખુદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ આફરીન પોકારી ઉઠ્યા હતા.તેઓએ ગૃહને અને જુનિયર ધારાસભ્યોને મોહનસિંહ રાઠવાના વ્યક્તિત્વ અને રજુવાતની સ્ટાઇલ માં થી કઈક શીખવાનો અનુરોધ કર્યો હતો. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે સમયસર ગૃહ માં આવવું,ચર્ચા સાંભળવી અને તક મળે ત્યારે આડી અવરી વાતો કર્યા વગર રાજકારણથી ઉપર ઉઠીને સવાલ કરવા જેવા અનેક ગુણો અપનાવવા જેવા છે.અધ્યક્ષે વ્યક્ત કરેલી લાગણીઓ નો પ્રતિભાવ આપતા મોહનસિંહ રાઠવાએ હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો.તો ગૃહ ના તમામ ધારાસભ્યોએ પણ અધ્યક્ષના સુરમાં સુર મિલાવીને પાટલીઓ થપ થપાવી અભિનંદન આપ્યા હતા.

ખુદ વિધાનસભાના અધ્યક્ષ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રાવપુરા-વડોદરા સીટ પર થી જીતીને અધ્યક્ષ બન્યા છે તેઓ પણ પક્ષાપક્ષી થી ઉપર ઉઠીને ગૃહ માં બધાની વચ્ચે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિશે તટસ્થ રીતે બોલીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું તે પણ તારીફે કાબીલ છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )