એક સાથે 22 માસુમ જિંદગી ભરખી જનારા તક્ષશિલા આર્કેડના ગેરકાયદેકર ડોમની તોડફોડ શરૂ કરાઇ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા ડિમોલિશન શરૂ કરાયું- પાલિકાના મોટા મગરમચ્છ હજુ પણ બહાર ફરે છે તેમને જેલ હવાલે કરવા વાલીઓની લાગણી

શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને કારણે એક સાથે 22 નિર્દોષ બાળકો ભુંજાઇને મોતને ભેટ્યા હતા. અરેરાટી ભરી આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે હવે પાલિકા દ્વારા તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર ચોથા માળના ડોમનું બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજે સવારથી જ મહાનગર પાલિકાના અધિકારીઓની ટીમ સરથાણા તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચી હતી અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તક્ષશિલા આર્કેડના ચોથા માળના ગેરકાયદેસર ડોમની તોડફોડ શરૂ કરવામાં આવી હતી. જે પ્રકારે માત્ર છ ફુટની જ ઉંચાઇ રાખીને ગેરકાયદેસર રીતે ક્લાસીસ અને ફેશન ડિઝાઇનરને આ જગ્યા ભાડે આપવામાં આવી હતી અને તેમાં મુકવામાં આવેલા ટાયરોને કારણે જે રીતે આગ વકરી હતી અને આ કરૂણાંતિકા સર્જાઇ હતી તેનાથી શહેરીજનોના હૈયા પણ હચમચી ઉઠ્યા હતા. આ સમગ્ર ઘટના માટે જવાબદાર એવા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ડીજીવીસીએલના અધિકારીઓની પણ પોલીસે ધરપકડ કરીને તેમને જેલ હવાલે કર્યા છે. હજુ પણ વાલીઓ દ્વારા એવી માંગણી કરવામાં આવી રહી છે કે, આ સમગ્ર પ્રકરણ માટે સુરત મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારીઓની હપ્તાખોરી પણ જવાબદાર છે અને તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થાય તે આવશ્યક છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )