નરેન્દ્ર મોદી ફરી એકવખત બનશે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મહેમાન, એકી સાથે કરશે 40 પ્રોજેક્ટનું લોકાર્પણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં આગામી તા. ૩૧ ઓકટોબર ૨૦૧૯ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં ૪૦ થી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ ૩૧મી ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
જેમાં વન વિભાગના જ ૩૦ થી વધુ પ્રોજેક્ટો છે. જેમાં ૧૨ જેટલા પ્રોજેક્ટો પૂર્ણ છે અને ૧૮ જેટલા પ્રોજેક્ટોનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. જેનુ નિરિક્ષણ કરવા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે આવ્યા હતા.
રવિવારે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ આવીને વિવિધ સ્થળોની મુલાકાત અને કામગીરીનુ નિરિક્ષણ પણ કર્યુ હતું. સફારી પાર્ક અંગે વનમંત્રીએ ખાસ જણાવ્યુ હતું કે, ભારતના વિવિધ રાજ્યોમાંથી ખાસ પ્રાણીઓ લાવવામાં આવશે.
જુનાગઢના સક્કરબાગમાંથી વાઘ, સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લાવવામાં આવશે. ભારત જ નહીં વિદેશમાંથી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે. આમ ૧૮૦૦ થી વધુ પશુ પક્ષીઓ અને જળચર સરીસૃપો લાવવામાં આવશેની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના વિસ્તારોમાં સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશીયન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટ સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન સહિતના પ્રોજેક્ટો બનશે. સફારી પાર્કમાં સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, ઉરાંગ ઉટાંગ, રિંછ, શાહમૃગ, ઓટરિચ જેવા વિવિધ પ્રાણી – પક્ષીઓ, વિદેશી કાંગાંરૃ, રિંછ, ચિમ્પાનઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઇપર, ક્રેર અજગર જેવા બિન ઝેરી સાપો પણ અહીંયા સફારી પાર્ક લાવવામાં આવનાર છે. વન મંત્રીની મુલાકાત વખતે તેઓ સાથે સીસીએફ ડો. શિશિકુમાર તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સફારી પાર્કમાં સિંહ અને વાઘ ઝુમાંથી જ લવાશેરાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યુ હતું કે, સફારી પાર્કમાં જે સિંહ લાવવામાં આવશે તે જંગલમાંથી નહીં પણ જુનાગઢ ઝુમાંથી લાવવામા આવનાર છે અને વાઘ પણ ત્યાંથી જ લાવવામાં આવશે એટલે કે કોઇ વાઇલ્ડ એનીમલ સીધા ખુલા જંગલના લાવવામાં આવશે નહીં.વિશ્વ બેન્કે પાકિસ્તાનને ૬ અબજ ડોલરનો દંડ ફટકાર્યો

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )