રાજપીપલા કરજણ ઓવારા પાસે રાજપીપળા ના એરોડ્રામ-નર્સરી રીંગરોડ ઉપર બનેલી અજુગતી ઘટના

Spread the love

ઈવનીંગ વોક માટે ફરવા ગયેલી રાજપીપળાની યુવતી ઉપર લુંટારુ ત્રાટક્યા:

મોબાઈલ નીસનસનાટી ભરી લુંટ કરી યુવક ફરાર થતાં ચકચાર

હિમ્મતવાન યુવતી એ લુંટારુનો હિમ્મતભેરસામનો કરી માર મારી જમીન ઉપરપર ફેંકી દીધો

અવરજવર વાળી જગ્યાએ સીસીટીવી કેમેરા અને પોલીસ પોઇન્ટ તથા પેટ્રોલિંગ ની માંગ

યુવતીએ મોબાઇલ લૂંટની નોંધાવી પોલીસ ફરિયાદ

એરોડ્રામ-નર્સરી રોડ ઉપર બનેલો બનાવ સાંજ ના સમયે ચાલવા માટે આવતી મહીલાઓ અને યુવતી ઓ માટે લાલ બત્તી સમાન કીસ્સો

રાજપીપલા તા 19

નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે એરોડ્રામ-નર્સરી રીંગરોડ ઉપર ગત મોડી સાંજે અજુગતી ઘટના ઘટી હતી,જેમા રાજપીપળા ના નવાપરા ભટ્ટ શેરી મા રહેતી એક યુવતી સાંજ ના સમયે ઈવનીંગ વોક માટેફરવા ગઈ હતીત્યારે તેની એકલતા નો લાભ લઈમાસ્ક પહેરેલા એક યુવકે તેનો પીછો કરી તેના હાથમાનો મોબાઇલ ફોન લૂંટવાનો પ્રયાસ કરાતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી .જોકે હિમ્મતવાન યુવતીએ લુંટારુનો હિમ્મતભેરસામનો કરી તેને માર મારી જમીન ઉપરપર ફેંકી દીધો હતોજોકે આ ઝપાઝપીમા
મોબાઈલ નીસનસનાટી ભરી લુંટ કરીભાગી જવા
મા સફળથયેલ યુવક સામે યુવતીએ રાજપીપલા પોલીસ મથકમા લૂંટની ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થાળે પહોચી ગઈ હતી પોલીસે લૂંટારુ યુવકના વર્ણન ને આધારે લુંટારુ ની ઓળખ મેળવવા ની તજવીજ હાથ ધરાઈ હતી

આ અંગે પોતાનુ નામ જાહેર નહી કરવાની શરતે યુવતીએ ઘટનાક્રમની માહિતી આપતા જણાવ્યુ હતુ કે ફોરેસ્ટ વિભાગ ની મોટી નર્સરી પાસે ના ટર્નિંગ પોઈન્ટ ઉપર થી ચાલી હુ ને પરત ફરી રહી હતીત્યારે મારી પાછળચાલતા યુવકે મારો પીછો કર્યો હતો તેનો ઇરાદો હુ જાણી જતા મારી બહેન પણીને ફોન કરી જાણ કરી હતી .ત્યાર બાદ મારી બહેન પણીએ મારા મામામામી તથા પોલીસ ને જાણ કરી હતી .મારી સાથે થયેલ ઝપાઝપી મા મે સામનો કરી તેને માર મારતા મારો મોબાઇલ લૂંટીને નાસી ગયો હતો . ફરિયાદ બાદ પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

જોકે રાજપીપળા નર્સરી એરોડ્રામ રીંગરોડ ઉપર બનેલા આ બનાવ થી વહેલી સવારે અને મોડી સાંજે ચાલવા માટે આવતા જતા લોકો મા ફફડાટ ફેલાયો છે આ જગ્યાએ લોકો રોજ ફરવા જતા હોવાથી અહી સીસીટીવી કેમેરા મુકાય તથા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ ઉઠી છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )