શ્રીદેવીનું મર્ડર થયું’તુઃ અકસ્માત ન્હોતો કેરળના IPS ઓફિસરનો સનસનીખેજ દાવોઃ મારા મિત્ર પાસે હતા પુરાવા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શ્રીદેવીનું મર્ડર થયું’તુઃ અકસ્માત ન્હોતો કેરળના IPS ઓફિસરનો સનસનીખેજ દાવોઃ મારા મિત્ર પાસે હતા પુરાવા : એ સંભવ નથી કે કોઇ ૧ ફુટ ઉંડા ટબમાં ડુબી જાયઃ કોઇએ શ્રીદેવીના બંને પગ પકડયા હતાં, પછી માથાને પાણીમાં ડુબાડી દેવાયું હતું

કેરળમાં પોતાની સુજબુઝ માટે જાણીતા જેલ ડીજીપી અને આઈપીએસ અધિકારી ઋષિરાજ સિંહે એક ચોકાંવનારો અને મોટો ખુલાસો કર્યો છે. પોતાનાં એક મિત્રનાં હવાલે તેણે આ પ્રકારનો દાવો કર્યો છે. તેનાં દોસ્ત ડો. ઉમાદથનને ભારતનાં જાણીતા ફોરેન્સિક સર્જન તેમજ ક્રાઈમ અને મર્ડર મિસ્ટ્રી ઉકેલનાર ઉસ્તાદ તરીકે જાણીતા છે. આ શખ્સને કેરળ સરકાર પણ સારી રીતે જાણે છે. હવે આ આઈપીએસ અધિકારીએ આ ક્રાઈમસ કેસ માસ્ટરનાં હવાલે શ્રીદેવીનાં મોત પર મોટો ખુલાસો કર્યો છે. એક જાણીતા અંગ્રેજી અખબાર અનુસાર ઋષિરાજ સિંહે કહ્યું, મે મારા મિત્ર ડો.ઉમાદથનને શ્રીદેવીનાં મોત વિશે પૂછ્યું હતું. પરંતુ તેના જવાબે મને મોટો ઝાટકો આપ્યો.તેણે કહ્યું કે તેણે આખા મામલાને ખુબ નજીકથી જોયો છે. તેણે આ બાબત પર રિચર્સ કર્યું ત્યારે દ્યણા એવા ખુલાસા થયાં અને સબુત હાથ લાગ્યાં કે જેમાં ખબર પડી આ મોત કોઈ પ્રકારનાં એકિસડન્ટથી નથી થયું. તેનાં હાથ લાગેલા સબુતમાં એવા પુરાવા સામે આવ્યાં કે આ મર્ડર હોવાની પુરેપુરી સંભાવના છે. ઋષિરાજે એક લેખ લખ્યો હતો એમા પણ આ ક્રાઈમ માસ્ટર વિશે ઉલ્લેખ કર્યો હતો. ઋષિરાજે લખ્યું હતું કે, મારા મિત્રએ જણાવ્યું કે કોઈ પણ નશામાં ધુત માણસ કોઈ પણ પરિસ્થિતિમાં લગભગ એક ફુટ ઉંડા બાથટબમાં ડુબી ન શકે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ૨૪ ફ્રેબુઆરીનાં રોજ દુબઈની એક હોટલમાં શ્રીદેવીનું મોત થયું હતું. ત્યારે એના મોતનું કારણ એક દુર્દ્યટનાં તરીકે બતાવવામાં આવ્યું હતું. જેલ ડીજીપીએ પોતાનાં મિત્રનાં હવાલે લેખમાં લખ્યું છે કે, આ સંભવ જ નથી કે કોઈ એક ફુટ ઉંડા બાથટબમાં ડુબીને મરી જાય. આગળ જણાવ્યું કે વગર કોઈ દબાણે માણસના પગ અને માથું એક ફુટ ઉંડા બાથટબનાં ડુબી ના શકે. દોસ્તનો દાવો છે કે કોઈએ એનાં બંન્ને પગ પકડ્યાં હતા અને જબરદસ્તી તેનાં માથાને પાણીમાં ડુબાડવામાં આવ્યું કે જેનાં લીધે તેનું મોત થયું. ઉલ્લેખનીય છે કે જે તે સમયે આ મોતની તપાસ પોલીસ કરતી હતી પણ કોઈ જ પુરાવા હાથ નહોતા લાગ્યાં એટલે મોતનું અસલ કારણ જાણી ના શકાયું. પરંતુ હવે દોઢ વર્ષ બાદ જેલ ડીજીપીએ દોસ્તનાં હવાલે આ પ્રકારનાં ચોકાવનારા ખુલાસા કર્યાં છે. જેનાં લીધે વિવાદ વધ્યો છે. જો કે ડીજીપી જે દોસ્તનાં હવાલે આ વાત કરી રહ્યાં છે એનું બુધવારે ૭૩ વર્ષની ઉમરે કેરળની એક હોસ્પિટલમાં મોત થયું છે. તે કેરળ સરકારનાં સૌથી ભરોસાપાત્ર માણસ હતા. એટલું જ નહીં પણ લીબીયાની સરકાર પણ આ પ્રકારનાં ક્રાઈમ મામલાનો ઉકેલ આ માણસ થકી જ લાવતી. સ્પેશિયલ મર્ડર કેસ ઉકેલવા માટે જ કેરળ સરકારે આ માણસની નિમણુક કરી હતી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )