સેલ્ફ ફાઇનાન્સમાં મોંઘી ફી ચૂકવી ‘ભણશે ગુજરાત’, 18 મોટા રાજ્યમાં જાણી લો ગુજરાતનો ક્રમાંક!

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાતમાં શિક્ષણ પહેલાંથી જ સેલ્ફ ફાઇનાન્સને હવાલે થઈ ચૂક્યું છે. આ વર્ષે પણ સરકારે કુલ બજેટમાં શિક્ષણ માટેના બજેટમાં કાપ મુકાયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં શિક્ષણ માટે કુલ બજેટના ૧૪.૨૪ ટકા બજેટ ફાળવાયું હતું.

જે વર્ષ ૨૦૧૯-૨૦માં ઘટીને ૭.૫૪ ટકાએ પહોંચ્યું છે. આમ, રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ પાછળ ખર્ચ કરનારા દેશના ૧૮ મોટા રાજ્યોમાં ગુજરાતનો ક્રમ ૧૪ વર્ષ ૨૦૧૭-૧૮માં રહ્યો છે.શિક્ષણક્ષેત્રે વર્ષ ૧૯-૨૦ માટે રૂ.૧૮,૪૯૪ કરોડ ૪૮ લાખના ખર્ચ માટે વિધાનસભા સમક્ષ માગણીઓ રજૂ થનાર છે. બજેટ વિશ્લેષણ સંસ્થા ‘પાથેય’ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ રાઇટ ટુ એજ્યુકેશન- ૨૦૧૦ના અમલના ૯ વર્ષ પછી પણ ગુજરાતમાં શિક્ષકો, શાળાના ઓરડાની ઘટ હોવા છતાંયે સરકાર શિક્ષણનું બજેટ વધારતી નથી !
પ્રારંભિક શિક્ષણ એ સરકારની જવાબદારી હોવા છતાંયે વર્ષ ૧૮-૧૯ની સરખામણીએ નાણાકીય જોગવાઈમાં ૧.૬૩ ટકાનો ઘટાડો થયો છે. યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ફંડ ફાળવણીમાં પણ ૩.૯૪ ટકા જેટલો જંગી ઘટાડો સરકારે કર્યો છે.
ગત વર્ષે સરકારે આ ક્ષેત્રમાં રૂ.૨,૧૧૦ કરોડ ૪૮લાખના ખર્ચનો અંદાજ મૂક્યો હતો આ વર્ષે તેમાં ઘટાડો કરીને રૂ.૨૦૧૭ કરોડ ૩૪ લાખ ખર્ચવાનું સરકારે જાહેર કર્યું છે. યુનિવર્સિટીઓમાં તો પહેલાંથી જ પ્રોફેસર્સ, ફેકેલ્ટીની અછત છે તેવામાં પ્રાથમિક અર્થાત બુનિયાદી શિક્ષણક્ષેત્રે ૧૦ હજાર શિક્ષકોની ઘટ હોવા છતાંયે સરકારે વધુ ફંડ ફાળવવાનું ટાળ્યું છે.
આ રીતે ઘટી રહ્યો છે કુલ બજેટમાં શિક્ષણનો હિસ્સો
બજટનું વર્ષ ફંડનું પ્રમાણ
૧૪-૧૫ ૧૪.૨૪ %
૧૫-૧૬ ૧૪.૪૫ %
૧૬-૧૭ ૧૩.૮૧ %
૧૭-૧૮ ૧૩.૨૩ %
૧૮-૧૯ ૧૨.૭૭ %
૧૯-૨૦ ૧૨.૧૬ %

TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )