સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- BJPના ‘બાહુબલ’થી લોકશાહીને ખતરો, વિપક્ષી પાર્ટીઓને આપી સલાહ….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ પાર્ટી પર સવાલ ઉભા કર્યા છે. સ્વામીએ શુક્રવારે એક ટ્વીટ કરી બીજેપી પર સવાલ ઉભા કર્યા અને સાથે કોંગ્રેસ, મમતા બેનરજી અને NCPને સલાહ પણ આપી છે.
સ્વામીએ ટ્વીટ કરી લખ્યું કે,‘ગોવા અને કાશ્મીરને જોતા મને લાગે છે કે જો આપને એક જ પાર્ટીના ભાગરૂપે બીજેપી સાથે રહ્યા તો દેશની લોકશાહી કમજોર થઈ જશે.’
ઉપરાંત તેમને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ને સલાહ આપી છે કે,‘વિપક્ષ ઇટાલિયંસ અને સંતાનોને પાર્ટીથી હટાવવા માટે કહે. ત્યાર બાદ મમતા યુનાઇટેડ કોંગ્રેસની અધ્યક્ષ બને. એનસીપીએ પણ કોંગ્રેસ સાથે જોડાવવું જોઈએ.’

ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્યમ સ્વામી તેમના નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. તેમનું આ ટ્વીટ તે સમય આવ્યું જ્યારે ગોવા અને કર્નાટકમાં રાજકીય ઘટનાક્રમને લઈ વિપક્ષી દળ બીજેપી પર હુમલો કરી રહ્યો છે. વાસ્તવમાં, ગોવા વિધાનસભામાં કોંગ્રેસના 15 ધારાસભ્યો હતા. જેમાંથી 10 ધારાસભ્યોએ બીજેપી સાથે હાથ મિલાવ્યો છે જેથી હવે તેમના 5 ધારાસભ્યો જ રહ્યા છે. જ્યારે કર્નાટકમાં પણ કેટલાક ધારાસભ્યો બીજેપી સાથે જોડાય એવા એંધાણ છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )