વિકાસ ની વાતો વચ્ચે વીસ મી સદી માં જીવતું ગામ એટલે સંખેડા તાલુકાનું ગુંડિચા……

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વિકાસ ની વાતો વચ્ચે વીસ મી સદી માં જીવતું ગામ એટલે સંખેડા તાલુકાનું ગુંડિચા

સંખેડા તાલુકા ના મેવાસ વિસ્તાર માં આવેલુ બેન્ક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ, પોસ્ટ ઓફિસ ધરાવતું એક માત્ર ગામ આજુબાજુ ના લગભગ ચોવીસ ગામ ના બાળકો ઉચ્ચ અભિયા સ માટે અહીં આવે છે. ગામ ના વિકાસ માટે લાખો રૂપિયા ની ગ્રાન્ટ સરકાર શ્રી તરફથી કેટલાય વરસો થી મળે છે, છતાં પણ ગામનો વિકાસ જોઈએ તેટલો થયો નથી. સરકાર શ્રી તરફથી મળતી ગ્રાન્ટ ખરેખર વપરાય છે કે પછી સરપંચ અને વહીવટ કરતા ઓ દ્વારા મિલી ભગત થી હય- ગય થાય છે? તે તપાસ નો વિષય છે.આશા છે

વિકાસ થી વંચિત આ ગામની કેટલીક બોલતી તસ્વીરો : (1) :-સ્વછતા અને તંદુરસ્તી બતાવતું બોર્ડ. (2) ગુંડિચા ગ્રામ પંચાયત ઘર -તેની આજુ બાજુ ની ગંદકી (3) ગામ ને પાણી પૂરું પાડતું વોટર વર્કશ -તેણી આસપાસ નું પર્યાવરણ (4):- ગામના બે માજી સરપંચ ના ઘર ની બાજુ માં થી નાના ફળીયા અને BOB ના ATM તરફ જતો રસ્તો (5):- રામપુરા રોડ થી રબારી વગા માં જવાનો રસ્તો (6):- ગામની પ્રાથમિક અને ઉચ્ચ તર હાઈ સ્કૂલ ની આસપાસ નું વાતાવરણ તથા ગંદકી જોવા મળી રહી છે.

આ સિવાય પણ અનેક પ્રશ્નો છે.આ બધું જોતા ગામના સરપંચ અને વહીવટ કરતા ઓ ગામની પ્રગતિ ના નામે પોતાની પ્રગતિ કરી રહ્યા હોઈ તેવું ગામ લોકો માં ચર્ચાઈ રહ્યું છે. લાગતા વરગતા સતાઘીસો આમાં ધ્યાન રાખી યોગ્ય પગલાં લેશે તો વિસમી સદી માં ધકેલાઈ ગયેલું ગુંડીચા ગામ કદાચ એકવીસમી સદિ સાથે તાલમેલ મિલાવી શકશે.

તસ્વીર : મયુર શેઠ બહાદરપુર

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )