મંદિરો-હવેલીઓના શુદ્ધ સાત્વિક ભોજનનો નવો ટ્રેન્ડ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કૃણાલ ચૌહાણ દ્વારા ….. વડોદરા

હોટેલ અને રેસ્તોરાંના લંચ-ડિનર કે બ્રેકફાસ્ટની સમાંતરે છેલ્લા બે વર્ષથી વડોદરામાં મંદિરો-હવેલીઓમાં તૈયાર થતાં શુદ્ધ સાત્વિક મહાપ્રસાદ લેવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વડોદરાવાસીઓમાં સાત્વિકતાના આ નવા પ્રવાહને લીધે શહેરના જુદા જુદા મંદિરોની ભોજનશાળા અને રેસ્તોરાંમાં બનતા ભોજન પ્રસાદને રોજના 2,500થી વધુ ભક્તો લઇ જાય છે. વિવિધ વૈષ્ણવ હવેલીઓમાં રોજના સરેરાશ 300થી વધુ રાજભોગ લખાવવામાં આવે છે.

બપોરે ભગવાનને ધરાવવામાં આવતો મુખ્ય ભોગ રાજભોગ છે. જેને ભક્તજનો માટે પ્રસાદ તરીકે મંદિરો અગાઉથી જ નોંધ કરીને રાખે છે. જેમાં બે શાક, બે કઠોળ, દાળ-ભાત, રાયતું, શીરો, પૂરી, ભજિયાં, મેવા, અથાણાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગસ, મઠડી, મગસ, ખીર-દૂધપાક,વિવિધ ફરસાણ વગેરે પણ હોય છે. વિવિધ ધર્મસંપ્રદાયોમાં ભક્તો માટે ભોજનની વ્યવસ્થા માટેના પ્રાવધાન કરવામાં આવ્યાં છે. જે મુજબ ભક્તો મંદિરોમાં જ રહીને એકાદ દિવસ પૂરતાં પોતાના ધાર્મિક સેવાકાર્ય પણ કરી શકે અને મંદિરના જ શુદ્ધ, સાત્વિક ભોજન સમયસર મળી શકે.પવિત્ર મંદિર પરિસરોમાં દૈવીભાવથી તૈયાર થતાં પ્રસાદ-ભોજનને વડોદરાના લોકો આસ્થાભેર પસંદ કરી રહ્યાં છે. સ્વામીનારાયણ BAPSના પ્રેમાવતી, ઇસ્કોનના ગોવિંદામાં દરરોજ 2100 જેટલા લોકો ભગવાનને ધરાવેલો પ્રસાદ ભોજનરૂપે લોકો લે છે. વૈષ્ણવ હવેલીઓમાં ભગવાન સમક્ષ ધરાવેલો રાજભોગ નોંધાવવાની પ્રથા વધી છે. છેલ્લા બે વર્ષથી ભક્તજનોના ભાવને ધ્યાનમાં રાખીને અલાયદા વિશાળ ખંડો ફાળવાય છે.

પ્રસાદ ઘરે મોકલવાની વર્ષોજૂની પરંપરા
વૈષ્ણવ હવેલીઓ દ્વારા તો સદીઓથી રાજભોગ પ્રસાદ કે વિશેષ પ્રસાદ પોતાના ઘરે મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરના આવો પ્રસાદ મોકલવા આવતા માણસને શેવકી નામનું મહેનતાણું પણ લોકો ચૂકવે છે. હવે બર્થડે જેવા સામાજિક પ્રસંગે પણ લોકો રાજભોગ નોંધાવે છે. અલકાપુરી હવેલીના ટ્રસ્ટી મણિભાઇ વાસણવાળા કહે છે કે, ‘ અમારે ત્યાં દરરોજ 30થી 35 રાજભોગ લોકો નોંધાવતા હોય છે. 20 વર્ષ પહેલા રાજભોગની શરૂઆત કરી ત્યારે માંડ 5થી 7 લોકો નોંધાવતા હતા. હવે લોકો વધી રહ્યાં છે. બર્થ ડે કે શુભ પ્રસંગ હોય તો પણ એ પ્રસંગે લોકો રાજભોગ નોંધાવે છે.’

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )