અલ્પેશ ઠાકોર તો અટવાયો પણ તેનો ઝભ્ભો પકડીને ગયેલો ધવલસિંહ પણ ફસાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સ્થાનિક નેતાઓની ચીમકી,જો અલ્પેશને ભાજપમાં લેશે તો પક્ષની બદનામી થઈ જશે

જો ભાજપમાં પ્રવેશ અપાશે તો અલ્પેશને મંત્રીપદ તો ઠીક ટિકીટની પણ ગેરન્ટી નથી

5 જુલાઈના રોજ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને તેના સાથી ધવલસિંહ ઝાલાના રાજકીય ભાવિ સામે અનેક પ્રશ્નાર્થ છે. કોંગ્રેસ સામે નારાજગી બાદ રાજીનામાના અનેક નાટકો પછી પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ અંતે કોંગ્રેસ તો છોડી દીધી પરંતુ ભાજપમાં બન્નેના પ્રવેશ મામલે વિરોધ શરૂ થતા ભાજપે પણ બન્નેની એન્ટ્રી અટકાવી દીધી છે. જેથી અલ્પેશ ઠાકોરના તો બેય બગડ્યા પણ તેની સાથે તેનો ઝભ્ભો પકડીને આવેલા ધવલસિંહ ઝાલાની સ્થિતિ પણ ન ઘરના કે ન ઘાટના જેવી થઈ ગઈ છે.

રાજીનામાના ત્રણ દિવસ બાદ પણ તેની ભાજપમાં એન્ટ્રી અટકી :

લોકસભા ચૂંટણી સમયથી કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે તેવી વાતો વહેતી થઈ હતી. જેની સામે ભાજપના ઠાકોર સમાજના સ્થાનિક અને પ્રદેશના આગેવાનોએ અલ્પેશને ભાજપમાં ન લેવા માટે પક્ષની નેતાગીરી પર દબાણ કર્યું હતું. જેને પગલે રાજીનામાના ત્રણ દિવસ બાદ પણ તેની ભાજપમાં એન્ટ્રી અટકી પડી છે.

કોંગ્રેસના અન્ય ધારાસભ્યો ભાજપમાં જવા તૈયાર ન થતા અલ્પેશ ઠાકોર અટવાયો :

ઘણા લાંબા સમયથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે અને તેને મંત્રી બનાવશે તેવી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી હતી. પરંતુ અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવા પાછળ ભાજપની પણ સોદાબાજી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યો લઈને ભાજપમાં આવે તો જ તેને મંત્રી પદ આપવું તેવી ચર્ચાઓ ચાલી હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી અલ્પેશ ઠાકોરે પહેલ કરીને કોંગ્રેસમાંથી રાજીનામાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ અલ્પેશની સાથે રાજીનામા આપવા માટે અન્ય કોઈ કોંગ્રેસના ધારાસભ્યો તૈયાર ન થતા અલ્પેશ ઠાકોર અટવાયો હતો.

ધવલસિંહને પણ વિધાનસભાની ટિકીટ મળવા સામે પ્રશ્નાર્થ :

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના મુદ્દે ગેરલાયક ઠરવાની દહેશતને કારણે અલ્પેશે મતદાન કર્યા બાદ તુરંત જ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જ્યારે અલ્પેશ ઠાકોરનો ઝભ્ભો પકડીને ચાલતા ધવલસિંહ ઝાલાએ પણ અલ્પેશના માર્ગે ચાલીને રાજીનામું તો આપી દીધું પરંતુ આ બન્નેનો ભાજપ પ્રવેશનો માર્ગ મુશ્કેલ બન્યો છે. માત્ર એટલું જ નહીં જો ભાજપ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પ્રવેશ આપશે તો મંત્રીપદ તો ઠીક પણ ફરીથી વિધાનસભાની ટિકીટ મળશે કે નહીં તેની સામે પ્રશ્નાર્થ છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )