પંચમહાલ જિલ્લાના ઔદ્યોગિક એકમો જોગ…..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજ્યસરકારે વાયેબલ માંદા ઔદ્યોગિક એકમોના પુર્નઃવસનની યોજના સપ્ટેમ્બર-૨૦૧૭થી અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ લેવા માંગતા પંચમહાલ જિલ્લાના માંદા ઔદ્યોગિક એકમોએ તા.૧૦/૦૯/૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહે છે.
રાજ્ય સરકારે ઠરાવ કરીને માંદા એકમોના પુર્નઃવસન માટે ૧) બાકી લેણા અંગેની પતાવટ યોજના ૨) ભરેલ વીજકરની પરત ચૂકવણી ત્રણથી પાંચ વર્ષના સમયગાળા માટે ૩) વધારાના મૂડી રોકાણ માટે પ્રોત્સાહન ૪) સ્વ ઉપયોગ માટે પુનઃપ્રાપ્ય ઉર્જા માટેના મૂડી રોકાણ પર પ્રોત્સાહન ૫) અગાઉની પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર વેચાણવેરાના લાભો વણવપરાયા હોય તો તે વાપરવાની છૂટ અને ૬) ઓપન એકસેસ મારફતે વિજળી પુરવઠો જેવી રાહતો મળવાપાત્ર છે. વધુમાં આવા માંદા એકમો જો કોઈ નવા પ્રમોટર્સ/મેનેજમેન્ટ હસ્તગત કરે તો તેને પણ આ લાભો મળવાપાત્ર છે.
માંદા એકમો ઉક્ત લાભો મેળવવા માટે, ૧) સૂક્ષ્મ, લઘુ, મધ્યમ અધિનિયમ હેઠળના એકમો EM Part II/ઉદ્યોગ આધાર તથા મોટા એકમો SIA રજિસ્ટ્રેશન અથવા કોઈ પણ પરવાનો સક્ષમ સત્તા દ્વારા નોંધાયેલા હોય ૨) આગળના નાણાંકીય વર્ષની તુલનાએ નેટવર્થમાં ૫૦ ટકા કરતા વધુ ઘસારો ૩) ઔદ્યોગિક એકમ ઓછામાં ઓછા બે વર્ષ ઉત્પાદનમાં રહેલા હોય અને ૪) લાર્જ માંદા એકમો પાંચ વર્ષ પહેલા ઈનકોર્પોરેટ થયેલા હોવા જોઈએ, જે મુજબની માંદા એકમો પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
સરકારના આ ઠરાવની તારીખથી બે વર્ષની સમય મર્યાદામાં વાયેબલ માંદા ઔદ્યોગિક એકમો તા.૧૦/૦૯/૨૦૧૯ સુધીમાં અરજી કરી શકે છે. વધુ માહિતી માટે વેબસાઈટ www.ic.gujarat.gov.in અથવા ઉદ્યોગ કમિશનરની કચેરી અથવા સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )