ભાજપના સદસ્યતા અભિયાનની જબરી સફળતા સાથે આગળ વધી રહ્યુ છેઃ દક્ષિણ ભારતમાં દિગ્ગજ નેતાઓએ કેસરિયો ધારણ કર્યોઃ અમિત શાહે ટવિટર પર જાણકારી આપી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


લોકસભા ચૂંટણી 2019માં ભાજપે પ્રચંડ બહુમત સાથે જીત મેળવી અને ફરીથી સત્તા પર આવ્યો. કેન્દ્રમાં સરકાર બનાવ્યાના એક મહિનાની અંદર જ ભાજપે 2019 માટે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી હતી. ભાજપ તરફથી આ સદસ્યતા અભિયાન શનિવારે શરૂ થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટર પર પાર્ટીના આ અભિયાનની જાણકારી આપતા કહ્યું કે જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી પર સંગઠન પર્વ સદસ્યતા અભિયાન 2019ની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં અમિત શાહ શનિવારે હૈદરાબાદ પહોંચ્યાં અને તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં તેમણે ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી. આ બાજુ ભાજપને તેના આ સદસ્યતા અભિયાનની શરૂઆતમાં જ દક્ષિણ ભારતમાંથી મોટી સફળતા મળી છે. ભાજપના સદસ્યતા અભિયાનના પહેલા જ દિવસે દક્ષિણ ભારતના બે મોટા ચહેરાએ કેસરિયો ધારણ કર્યો છે. જેમાંથી એક છે એન.ભાસ્કરા રાવ અને બીજા છે અંજુ બોબી જ્યોર્જ.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )